ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં ભારતીયો આગળ, 2026માં તૂટ્યો રેકોર્ડ, આ કંપની બની નંબર-1

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / ઇલેક્ટ્રિક કાર ખરીદવામાં ભારતીયો આગળ, 2026માં તૂટ્યો રેકોર્ડ, આ કંપની બની નંબર-1

Last Updated: 06:09 PM, 15 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો ક્રેઝ હવે નવા સ્તરે પહોંચી ગયો છે. જેમાં વર્ષ 2026માં પહેલીવાર EV કારનું વેચાણ 3 લાખને પાર થયું છે તો ચાલો જાણીએ કઈ કંપની બની નંબર-1 અને કઈ કંપનીએ મોટો ખેલ પલટી નાખ્યો.

1/6

photoStories-logo

1. ઇલેક્ટ્રિક કાર

ભારતીય રસ્તાઓ પર હવે ઇલેક્ટ્રિક કારો વધુને વધુ દેખાઈ રહી છે. એક સમયે દુર્લભ લાગતી આ ગાડીઓ આજે મહાનગરોમાં સામાન્ય સીન બની ગઈ છે. જેમાં વર્ષ 2026માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોની વેચાણે એક મોટો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કુલ કેટલું વેચાણ?

1 જાન્યુઆરીથી 9 નવેમ્બર 2026 સુધીમાં દેશમાં કુલ 304,701 ઇલેક્ટ્રિક કાર, SUVs અને MPVs વેચાઈ છે. આ આંકડો પાછલા વર્ષના સમાન સમયગાળા કરતાં 66% વધુ છે. 2025ના આખા વર્ષમાં માત્ર 195,571 ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો વેચાયાં હતાં, જ્યારે આ વર્ષે હજુ દોઢ મહિના બાકી હોવા છતાં તેનાથી 100,000થી વધુ વાહનો વધુ વેચાઈ ચૂક્યાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જૂન મહિનાથી વધારો

જૂન મહિનાથી માંગમાં ઝડપી વધારો જોવા મળ્યો. પહેલીવાર કોઈ મહિનામાં 30,000થી વધુ ઇલેક્ટ્રિક કારો વેચાઈ અને ત્યારબાદ સતત 5 મહિના સુધી આ સિલસિલો કંટીન્યુ રહ્યો છે. જેમાં સપ્ટેમ્બરમાં તો અત્યાર સુધીનો સૌથી ઊંચો રેકોર્ડ બન્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 29.7 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં

કુલ ઇલેક્ટ્રિક વાહનોની વેચાણમાં પણ આ અસર દેખાઈ રહી છે. 2026માં અત્યાર સુધી 29.7 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં છે, જેમાં પેસેન્જર વાહનોની હિસ્સેદારી 10% સુધી પહોંચી છે જે પાછલા વર્ષે 8% હતી. હજુ પણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સૌથી આગળ છે જેમાં 1.85 મીલીયન યુનિટ 62% હિસ્સો રહ્યો છે, ત્યારબાદ થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનો આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ટાટા મોટર્સ

બજારમાં ટાટા મોટર્સ હજુ પણ સૌથી મોટી કંપની છે. તેને આ વર્ષે અત્યાર સુધી 120,895 ઇલેક્ટ્રિક વાહનો વેચ્યાં છે, જે પાછલા વર્ષ કરતાં 58% વધુ છે અને કુલ બજારમાં તેમનો હિસ્સો લગભગ 40% છે. નેક્સન ઈવી સૌથી વધુ વેચાતી મોડલ છે, સાથે ટિયાગો ઈવી અને પંચ ઈવીની માંગ પણ સારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહિન્દ્રા અને બીજી કંપની

બીજા સ્થાને મહિન્દ્રા પહોંચી ગયું છે. તેને 69,660 ઇલેક્ટ્રિક એસયુવી વેચી છે અને 23% માર્કેટ શેર સાથે MGને પાછળ છોડી દીધું છે. એમજી ત્રીજા 56,988 યુનિટ, 19% હિસ્સા સાથે સ્થાને છે , જેમાં વિન્ડસર ઈવી મુખ્ય યોગદાન આપી રહી છે. ચોથા સ્થાને વિયેતનામની વિનફાસ્ટ છે 15,867 યુનિટ છે જ્યારે મારુતિ સુઝુકી પાંચમા સ્થાને છે અને તેની ઈ-વિટારાની 12,390 યુનિટ વેચાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Electric Car Sales Best Selling Electric Cars Electric Vehicle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ