ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT

એક વધુ દિગ્ગજ કંપનીની ટોપ પોસ્ટ પર ભારતીય મહિલાનો દબદબો
ADVERTISEMENT
ભારતીય મૂળની એક મહિલા માટે આ એક મોટી સિદ્ધિ છે. સોનિયા સિનગલને અમેરિકામાં કપડાંની રિટેલ બિઝનેસ (એપરલ રિટેલર્સ)ની સૌથી મોટી કંપની ગેપ ઇન્ક.નાં CEO તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. સોનિયા અગાઉ ઇન્દિરા નુયી કંપનીનાં CEO બન્યાં હતાં. સોનિયાનો જન્મ સુષમા અને સત્ય સિંગલના ઘરે ભારતમાં થયો હતો, તે પહેલાં તેનુ કુટુંબ કેનેડા ગયું હતું, જ્યાં તેમણે તેમના શરુઆતના વર્ષો વિતાવ્યા હતા. પાછળથી તે અમેરિકા સ્થળાંતરિત થયા હતા.
સોનિયા સિનગલે 1993માં કેટરિંગ યુનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી હતી, જ્યારે 1995માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમને 20 અને 17 વર્ષનાં બે સંતાન છે. સોનિયાએ ઘણી ફોર્ચ્યુન-500 કંપનીઓમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી છે. તેમણે 10 વર્ષ સુધી સન માઇક્રો સિસ્ટમમાં અને છ વર્ષ સુધી ફોર્ડ મોટરમાં કામ કર્યુ છે.
ADVERTISEMENT

અમેરિકામાં 2,400 સ્ટોર સહિત દુનિયાભરમાં તેના 3,727 સ્ટોર
ADVERTISEMENT
બંને કંપનીમાંથી અનુભવ મેળવ્યા બાદ સોનિયાએ 2004માં ગેપ જોઇન્ટ કરી હતી. તેમને કંપનીએ પોતાના વેલ્યૂ ઓલ્ડ નેવીનાં CEO બનાવ્યાં હતાં. ત્યારબાદ સોનિયાએ કંપનીની ગ્લોબલ સપ્લાય ચેઇન અને પ્રોડક્ટ ટુ માર્કેટ મોડલનું નેતૃત્વ કર્યું હતું અને યુરોપ ઝોનના MD બન્યાં હતાં. 18 અબજ ડોલરની રેવન્યૂ ધરાવતી ગેપ ઇન્ક.નું ફોર્ચ્યુન-500 લીસ્ટમાં 186મું સ્થાન ધરાવે છે. અમેરિકામાં 2,400 સ્ટોર સહિત દુનિયાભરમાં તેના 3,727 સ્ટોર છે.
સોનિયા સિનગલને વર્કિંગ મધર મેગેઝિન દ્વારા "2018 ના 50 સૌથી શક્તિશાળી માતા"ની લીસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને સાન ફ્રાન્સિસ્કો બિઝનેસ ટાઇમ્સ દ્વારા "2018 ના વ્યવસાયમાં સૌથી પ્રભાવશાળી મહિલાઓ" માંથી એક તે પોતે છે. તેઓ ગેપ ફાઉન્ડેશન બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં અને અમેરિકાના બોયઝ અને ગર્લ્સ ક્લબ્સના ગવર્નર્સ બોર્ડમાં પણ સેવા આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો