બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / indian cricketers born on august 15 anonymous lives vijay bharadwaj and hemlata kala

ક્રિકેટ / 15 ઓગસ્ટે જન્મેલા 2 ભારતીય ક્રિકેટરોએ કરી હતી ધમાકેદાર શરૂઆત, છતાં કિસ્મતે સાથ ન આપ્યો, આજે જીવી રહ્યાં છે ગુમનામ જીંદગી

Manisha Jogi

Last Updated: 07:58 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી. આ દિવસે બે ભારતીય ક્રિકેટર્સનો જન્મ થયો હતો. ધમાકેદાર શરૂઆત કરી હતી છતાં, કિસ્મતે સાથ ન આપ્યો, આજે ગુમનામ જીંદગી જીવી રહ્યાં છે.

  • 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી
  • આ દિવસે બે ભારતીય ક્રિકેટર્સનો જન્મ થયો
  • આજે ગુમનામ જીંદગી જીવી રહ્યાં છે

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી હતી. અનેક લોકોએ કુર્બાની આપ્યા બાદ આ આઝાદી ખૂબ જ ખાસ છે, પરંતુ ક્રિકેટના હિસાબથી જોઈએ તો આ દિવસે વધુ મેચ રમવામાં આવી નથી. આ દિવસે બે ભારતીય ક્રિકેટર્સનો જન્મ થયો હતો. 

15 ઓગસ્ટના દિવસે વિજય ભારદ્વાજનો જન્મ
ભારતીય બેટ્સમેન અને ઓફ સ્પિનર વિજય ભારદ્વાજનો જન્મ 15 ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. વર્ષ 199માં વિજયે કરિઅરની શરૂઆત કરી હતી. નૈરોબીમાં થયેલ ત્રિકોણીય સીરિઝમાં ભારતની સાથે સાથે કેન્યા અને સાઉથ આફ્રિકાની ટીમ પણ રમી રહી હતી. આ સીરિઝમાં વિજયે શાનદાર બોલિંગ કરી હતી અને 10 વિકેટ લીધી હતી અને અણનમ 89 રન કર્યા હતા. 

વિજય ચશ્મા પહેરીને ક્રિકેટ રમતા હતા. બેટીંગ અને બોલિંગ સમયે ચશ્મા પહેરીને શાનદાર પ્રદર્શન કરતા હતા. તેમના ભારતીય ક્રિકેટ ટીમના આગામી સ્ટાર કહેવામાં આવતા હતા, પરંતુ વિજય પોતાના કરિઅરમાં ભારત માટે માત્ર 3 ટેસ્ટ અને 10 વન ડે મેચ રમી શક્યા હતા. 

વિજયને સ્લિપ ડિસ્કની તકલીફ હતી, જેમાંથી સાજા થયા પછી આંખોનું ઓપરેશન કરાવ્યું હતું. કોઈ વ્યક્તિએ તેમને ચશ્મા દૂર કરવા માટે ઓપરેશન કરાવવાની સલાહ આપી, પરંતુ ત્યારપછી તેમની આંખોની રોશની ઓછી થઈ ગઈ. આ કારણોસર તેમનું ઈન્ટરનેશનલ કરિઅર સમાપ્ત થઈ ગયું. 

આઝાદીના દિવસે હેમલતા કાલાનો જન્મ
15 ઓગસ્ટ 1975ના રોજ ઉત્તરપ્રદેશના આગરામાં હેમલતા કાલાનો જન્મ થયો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મહત્ત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક હતી. હેમલતા કાલાએ વર્ષ 1999થી વર્ષ 2008 સુધી 7 ટેસ્ટ મેચ, 78 વન ડે અને એક T20 મેચ રમી હતી. હેમલતાએ ટેસ્ટ કરિઅરના અંતમાં 50થી વધુ રનની સરેરાશ કરી હતી. 

વન ડે ફોર્મેટમાં નસીબે સાથ આપ્યો નહોતો. 78 વન ડે મેચમાં 20ની સરેરાશથી માત્ર 1023 રન કરી શકી હતી. વર્ષ 2005માં મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચનાર ટીમનો હિસ્સો રહી ચૂકી છે. વર્ષ 2021માં BCCIએ તેમને જવાબદારી સોંપી હતી. તેમને સિનિયર મહિલા ચેલેન્જર ટ્રોફી માટે ભારતીય બી ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ