બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Indian cricketer Mohammad Shami said on meeting PM Narendra Modi in Amroha, that time we lost the match, in such a situation when the Prime Minister gives you confidence,

વિશ્વાસ / મેચ હારી જાઓ અને મનોબળ તુટી જાય ત્યારે... મોહમ્મદ શમીએ PM મોદી સાથેની મુલાકાતને લઈને કરી દીધી મોટી વાત

Pravin Joshi

Last Updated: 07:14 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ અમરોહામાં પીએમ નરેન્દ્ર મોદીને મળવા પર કહ્યું, તે સમયે અમે મેચ હારી ગયા હતા, આવી સ્થિતિમાં જ્યારે વડાપ્રધાન તમને વિશ્વાસ આપે છે, તે એક અલગ ક્ષણ છે.

  • વર્લ્ડ કપમાં હાર બાદ PM મોદીએ ખેલાડીઓ સાથે કરી મુલાકાત
  • અમરોહા પહોંચેલા મોહમ્મદ શમીએ PM મોદીને મળવા પર કરી વાત
  • અમે મેચ હારી ગયા હતા અને આવા સમયે PM વિશ્વાસ આપે તે અલગ ક્ષણ

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પર કહ્યું, તે સમયે અમે મેચ હારી ગયા હતા, આવી સ્થિતિમાં જ્યારે વડાપ્રધાન તમને વિશ્વાસ આપે છે, તે એક અલગ ક્ષણ છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મનોબળ ઘટે છે, પછી જો તમારા પીએમ તમારી સાથે હોય તો આત્મવિશ્વાસ વધે છે. શમીએ વધુમાં કહ્યું કે, એકંદરે દરેકનું પ્રદર્શન ઘણું સારું હતું. કૌશલ્ય અને આત્મવિશ્વાસની કમી નહોતી. મને લાગે છે કે ખરાબ દિવસ આવી શકે છે અને તે ગમે ત્યારે આવી શકે છે, તે દિવસ આપણો નહોતો.

 

શમીએ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સાત વિકેટ લઈને ઈતિહાસ રચ્યો 

ICC ODI વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે હંમેશા યાદગાર રહેશે. શમીએ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સાત વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. શમી ODI ક્રિકેટમાં 7 વિકેટ લેનારો એકમાત્ર ભારતીય બોલર બની ગયો છે. શમીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ (24) લીધી હતી. વર્લ્ડ કપ બાદ મોહમ્મદ શમી પોતાના ઘર અમરોહા પરત ફર્યો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતા સાથેની એક તસવીર શેર કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ