બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Indian Americans believe donald trump is an avatar of Vishnu

US Elections 2020 / લો બોલો! ભારતીય અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પને વિષ્ણુનો અવતાર માને છે

Published By: Shalin

Last Updated: 03:34 PM, 22 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે USAની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે અઠવાડિયા બાકી રહ્યા છે. આ હરિફાઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જોઈ બાઈડન વચ્ચેની છે.

આ ચૂંટણીમાં ભારતીય અમેરિકન મતોનું ખૂબ મહત્વ છે. આ દરમિયાન એક લેખ ચર્ચામાં છે જે મુજબ ઘણા ભારતીય અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે.

કેટલા મહત્વના છે ભારતીય અમેરિકન વોટ 

ભારતીય અમેરિકન મતોનું મહત્વ એ એવી રીતે સમજી શકાય છે કે કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે લેનારા ડેમોક્રેટ્સે પણ ભારતીય અમેરિકન મતોને ધ્યાનમાં લીધા છે. 

તે જ સમયે મદ્રાસ કુરિયરના એક લેખ મુજબ જ્યારે આ લેખના લેખકે ટ્રમ્પને ટેકો આપતા ભારતીય અમેરિકનો સાથે વાત કરી ત્યારે વિચિત્ર ખુલાસા થયા હતા, જેમાં ઘણા ભારતીય મૂળના અમેરિકનો ટ્રમ્પને ભગવાન વિષ્ણુનો અવતાર માનતા હતા.

કેટલાક જ લોકોની વાતચીતમાં મળ્યા વિચિત્ર સંકેત

આ લેખ ફક્ત 48 પ્રથમ પેઢીના ભારતીય અમેરિકનો સાથેની વાતચીત પર આધારિત છે પરંતુ આ વાતચીતમાં ટ્રમ્પના સમર્થકો વિશે ઘણી માહિતી આપવામાં આવી છે. વિષ્ણુના અવતારની તુલના કરતા ટ્રમ્પ સમર્થકો તેમની મોદી સાથે તુલના કરી રહ્યા છે. 

તેમણે કહ્યું કે મોદીએ જે રીતે સુધારાવાદી વલણ અપનાવ્યું છે તે પણ ટ્રમ્પને પ્રેરણારૂપ છે. આવા જ એક સમર્થકના કહેવા પ્રમાણે ટ્રમ્પ દબાણમાં આવી જાય તેવા નેતાઓમાંથી નથી. 

મોદી અને ટ્રમ્પની તુલના 

આ લેખમાં મૃણાલિની કુમારનો ખાસ ઉલ્લેખ છે. મૃણાલિની ઇન્ડિયા વૉઇસિસ ફોર ટ્રમ્પના કો ચેરપર્સન છે. મૃણાલિનીનો દાવો છે કે અત્યાર સુધી ડેમોક્રેટ્સને વફાદાર રહેલા અડધાથી વધારે લોકો આ વખતે ટ્રમ્પને વોટ આપશે. 

તેમણે ટ્રમ્પને મોદી સાથે જોડીને એમ કહ્યું કે જેટલી ટ્રમ્પ અને મોદીની ભારતીય અમેરિકનો ઉપર અસર છે તેટલી અસર કમલા હેરિસ કદી નહીં કરી શકે. 

સમર્થનનું કારણ

ઘણા ફેસબુક પેજ ઉપર ટ્રમ્પ હિન્દુઓની તરફેણ કરતા જણાઈ રહ્યા છે. આ ઉપરાંત ઘણા ભારતીય અમેરિકન ખ્રિસ્તીઓ ટ્રમ્પની નીતિના સમર્થક છે. 

ટ્રમ્પની ઘણીઓ કમીઓ પછી પણ તેઓ ટ્રમ્પને સમર્થન આપે છે કારણ કે તેઓનું કહેવું છે કે ટ્રમ્પનું વલણ રાજકારણી જેવું નથી અને તેઓ ફાલતુ વાતો નથી કરતા.

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump us elections 2020 ડોનાલ્ડ ટ્રમ્પ US Elections 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ