બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આગ્રામાં વાયુસેનાનું વિમાન હવામાં ગોથાં ખાતું નીચે પડ્યું, પાયલટે કૂદીને બચાવ્યો જીવ, જુઓ લાઈવ VIDEO

દુર્ઘટના / આગ્રામાં વાયુસેનાનું વિમાન હવામાં ગોથાં ખાતું નીચે પડ્યું, પાયલટે કૂદીને બચાવ્યો જીવ, જુઓ લાઈવ VIDEO

Last Updated: 09:22 AM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગ્રામાં સોમવારે એરફોર્સનું એક પ્લેન ક્રેશ થઈ ગયું, જેમાં પાયલટ પેરાશૂટ દ્વારા વિમાનમાંથી બહાર કૂદી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભારતીય વાયુસેનાનું એક મિગ-29 ફાઇટર જેટ સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રા પાસેના એક મેદાનમાં નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિમાન હવામાં એક્રોબેટિક્સ કરતા નીચે પડી રહ્યું છે. દરમિયાન ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખરાબીના કારણે પ્લેન ક્રેશ થઈ ગયું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પેરાશૂટ દ્વારા પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયો. પાયલટ નજીકના બાહ ગામમાં પેરાશૂટ દ્વારા લેન્ડ થતો જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પાયલટ સુરક્ષિત છે અને જમીન પર પ્લેનના ક્રેશ થવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના અંગે ભારતીય વાયુસેના (IAF)નું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સિસ્ટમમાં ખામી સર્જાયા બાદ આજે આગ્રા નજીક મિગ-29 વિમાન ક્રેશ થયું હતું. પાયલટે સુનિશ્ચિત કર્યું કે જમીન પર જાન-માલને કોઈ નુકસાન ન થાય. ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે.

ખેતરમાં પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેને બાદમાં સૈન્યના જવાનોએ ઘેરી લીધું હતું. દુર્ઘટના સ્થળની નજીક આવેલા નૌરંગપુર ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, તેમણે જોરદાર ધડાકો સાંભળ્યો અને જ્યારે ઘરની બહાર આવીને ખેતર તરફ દોડીને જોયું તો આગની જ્વાળાઓ જોવા મળી. આ અકસ્માતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં ક્રેશ થયેલું પ્લેન આગની જ્વાળાઓમાં ઘેરાયેલું અને કાટમાળમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે.

PROMOTIONAL 12

આ પણ વાંચો: રિલ ઘેલી મા વીડિયો ઉતારતી રહી, ગંગામાં ડૂબતા 5 વર્ષની બાળકીનું તડપતું મોત, જુઓ લાઈવ VIDEO

આ પહેલા ભારતીય વાયુસેનાનું એક મિગ-29 ફાઈટર પ્લેન 2 સપ્ટેમ્બરે રાજસ્થાનના બાડમેરમાં ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પણ પાયલટ વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttar Pradesh News Agra Air Force Plane Crash Indian Air Force
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ