ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india will Play WTC final against new zealand

ક્રિકેટ / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા, લોર્ડ્સનાં મેદાનમાં આ ટીમ સાથે થશે ટક્કર

Published By: Nikul

Last Updated: 08:05 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ જ્યારે ભારત હાર્યુ હતું ત્યારે તેને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમવાની આશાઓ પર મોટો ઝાટકો લાગ્યો હતો. પણ ત્યારબાદની 3 ટેસ્ટમાં ભારતે જબરદસ્ત વાપસી કરીને સિરીઝ પોતાના નામે કરી છે.

ADVERTISEMENT

  • વિરાટની સેનાએ ઈનિંગ અને 25 રનથી જીતી લીધી
  • WTC માટે Indiaએ કુલ 520 પોઈન્ટ હાંસલ કરી લીધા છે
  • આઈસીસીએ ટેસ્ટ ટીમની રેન્કિંગ જાહેર કરી છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ ભારતે 3-1થી જીતીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ટીકિટ હાંસલ કરી લીધી છે. અમદાવાદમાં રમાયેલ છેલ્લી ટેસ્ટ વિરાટની સેનાએ ઈનિંગ અને 25 રનથી જીતી લીધી છે.

પોઈન્ટ ટેબલમાં ટોપ પર ભારત

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં છેલ્લી ટેસ્ટ જીતીને કુલ 520 પોઈન્ટ હાંસલ કરી લીધા છે અને તેની પાસે 72.2 પર્સન્ટેજ પોઈન્ટ થઈ ગયા છે. જેથી તે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર પહોંચી ચૂકી છે.

બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ 70 ટકા પોઈન્ટ સાથે પહેલાજ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. આ ફાઇનલ પોઈન્ટ બાદ ઓસ્ટ્રેલિયાનો મોટો ઝટકો વાગ્યો છે, જે અમદાવાદમાં ચોથી ટેસ્ટમાં ભારતની હારની આશા રાખી રહ્યુ હતું.

ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોપ પર ભાર

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ આઈસીસીએ ટેસ્ટ ટીમની રેન્કિંગ જાહેર કરી છે. ભારત 122 પોઈન્ટની સાથે ટોપ પર પહોંચી ગયું છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 118 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 113 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે અને ઈંગ્લેન્ડ 105 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Team India WTC test cricket ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ