બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / India-China relations may improve due to yangtse

મંત્રણા / યાંગ્સેને લીધે ભારત- ચીનનાં સંબંધોમાં સુધારો થઇ શકે છે

Dharmishtha

Last Updated: 02:28 PM, 6 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરુણાચલ પ્રદેશનાં યાંગ્સેમાં પવિત્ર વોર્ટર ફોલ છે અને લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની બીજી તરફ એટલે કે ચીન વિસ્તારમાં પવિત્ર ગુફાઓ છે, જે તિબેટનાં લોકો માટે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે.

  • આ જગ્યા લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ પાસે છે. બન્ને તરફ તિબેટીયનોના પવિત્ર ધાર્મિક સ્થાનો છે.
  • બન્ને દેશનાં પ્રતિનિધિઓ વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે
  • ધાર્મિક ટુરિઝમ પર ભાર મુકી બન્ને દેશોના સંબંધ સુધારવાનો પ્રયાસ

અરુણાચલ પ્રદેશનાં યાંગ્સે ભારત અને ચીનની વચ્ચે દોસ્તીમાં સેતુ બનવાનું કામ કરશે. આ જગ્યા લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની નજીક છે. આની બન્ને બાજુ તિબેટીયનોનાં પવિત્ર સ્થાનો આવેલાં છે. ભારત સરકારે પ્રપોઝલ મુક્યું છે કે બન્ને દેશોનાં લોકોને આ પવિત્ર સ્થાનો માટે મંજુરી આપવી જોઇએ. જેથી બન્ને દેશ વધારે નજીક આવી શકે.

બન્ને દેશનાં પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે
અરુણાચલ પ્રદેશનાં યાંગ્સેમાં પવિત્ર વોટર ફોલ છે અને લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલની બીજી બાજુ રહેલાં ચીન વિસ્તારમાં પવિત્ર ગુફાઓ છે. જેનું ધાર્મિક દ્રષ્ટિએ તિબેટીયનમાં બહું મહત્વ છે. એક ઉચ્ચ અધિકારીનાં જણાવ્યાંનુંસાર  બન્ને દેશનાં પ્રતિનિધિઓની વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. ભારત તરફથી એક ઔપચારીક રજુઆત કરવામાં આવી છે. આશા છે કે જે રીતે પાકિસ્તાન અને ભારત વચ્ચે શીખોની ભાવનાઓનું માન રાખી કરતારપુર કોરિડોર પર નિર્ણય લેવાયો છે. તેમ ભારત અને ચીન વચ્ચે તિબેટીયનોનાં પવિત્ર સ્થાનોને લઇને નિર્ણય લેવાય.

યાંગ્સે વોટર ફોલને લાઇવ નિહાળવા ચીનમાં ઉંચાઇ પર હાઇરિઝોલ્યુંશન કેમેરા
લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ પવિત્ર સ્થાન પર જનારા લોકો માટે અડચણરુપ નહીં બને.  જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે તેમાં આને કાયમી કરવાનાં ફોર્મુલાની વાત કરાયી છે. 30-30 લોકોનું ગ્રુપ લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પાર કરી બન્ને તરફના પવિત્ર સ્થાનોમાં જઇ શકશે અથવા આ પ્રકારની કોઇ વ્યવસ્થાં બનાવી શકાય.  યાંગ્સેમાં ભારત પાસે પવિત્ર વોટર ફોલ છે. જેમાં 108 વોટર ફોલ સમાયેલા છે. જે ભારત બાજુની લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલથી લગભગ 500 મીટરનાં વિસ્તારમાં છે. જ્યાં લાસ્ટ રોડ પાસેથી ચાલતાં જવું પડે છે. જોકે અહીં રોડ બનાવવાનું કામ શરું કરવામાં આવ્યું છે. તિબેટીયનો માટે આ ખૂબ મહત્વનું છે. ચીન તરફ રહેલાં તિબેટીયનોએ આ વોટર ફોલને જોવા માટે ઉંચાઇ પર હાઇઝોલ્યુંશન  કેમેરા લગાવ્યાં છે. જેનું લાઇવ જોવા મોટી સ્ક્રિન પણ લગાવવામાં આવી છે. જેના દ્વારા ત્યાંનાં શ્રદ્ઘાળુંઓ અહીં લાઇવ જોઇ શકે છે.

કેમ બન્ને દેશો યાંગ્સે માટે વિચારણા કરી રહ્યાં છે
ધાર્મિક ટુરિઝમ પર ભાર મુકીને બન્ને દેશોનો પ્રયાસ છે કે સંબંધ વધારે મજબુત બનાવાય. ચીન અને ભારતની હદ એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલથી નક્કી  કરાય છે. બોડરનું ઔપચારિક વિભાજન નથી થયું. જેનાં કારણે 3500 કિમીની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે 8 એવાં પોઇન્ટ છે કે જેનાં પર વિવાદ ચાલી રહ્યો છે. જેના પર બન્ને દેશ પોતાનો અધિકાર જમાવી રહ્યાં છે. આ વિવાદાસ્પદ 8 પોઇન્ટમાંથી 3 અરુણાચલ પ્રદેશમાં આવે છે. આ વિવાદાસ્પદ વિસ્તારમાંથી એક માત્ર યાંગ્સે એવું છે કે જે ભારતનું અંગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Arunachal Pradesh Gujarati News Talks line of actual control અરુણાચલ પ્રદેશ ગુજરાતી નયૂઝ તિબેટ મંત્રણા લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ Talks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ