બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india can overtake britain to become fifth largest economy in world

Good News! / બ્રિટનને પછાડી ભારત બની શકે છે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા, મહામારી છતા સૌથી તેજ ગતિએ વિકાસ

MayurN

Last Updated: 08:27 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનને પછાડી ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારત મહામારી અને વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ તેજ ગતિએ વિકાસ કરે છે.

  • બ્રિટનની ઇકોનોમીને પછાડશે ભારત! 
  • 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત
  • મહામારી છતા સૌથી તેજ ગતિએ વિકાસ

આઝાદીના 75 વર્ષમાં બ્રિટનને પછાડી ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. IMFના આંકડાઓ મુજબ 2021માં ભારતીય અર્થવ્યવસ્થા 3.18 ટ્રિલિયન ડોલરની હતી જ્યારે આ જ સમયે બ્રિટનની અર્થવ્યવસ્થા 3.19 ટ્રિલિયન ડોલરની હતી. જ્યારે IMF મુજબ 2022માં બ્રિટનની અર્થવ્યવસ્થા 3.38 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 3.53 ટ્રિલિયન ડોલર થઇ જશે. જેનું મુખ્ય કારણ છે વિશ્વમાં છેલ્લા 2 વર્ષમાં મહામારી અને હવે વૈશ્વિક ઉથલપાથલ ચાલે છે છતા ભારત વિશ્વમાં સૌથી તેજ ગતિએ વિકાસ કરતો દેશ બનવા જઇ રહ્યો છે. 

વિશ્વમાં મંદી આવશે
IMF મુજબ ભારત આઝાદીના 75માં વર્ષમાં 7.4 ટકાના દરે વિકાસ કરશે. જ્યારે અમેરિકાનો વિકાસ દર નકારાત્મક રહેશે. બ્રિટન સહિત યૂરોપના અન્ય દેશોમાં પણ મંદી દસ્તક આપી રહી છે. એટલું જ નહીં આગામી નાણાકીય વર્ષ 2023-24માં પણ ભારત 6.1 ટકાના વધારા સાથે સૌથી તેજ ગતિએ વિકાસ કરનારો દેશ બનશે. ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને આ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર જલ્દી જ બ્રિટનનથી મોટો થઇ જશે. વધુમાં તેઓએ કહ્યું કે ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસલ્થા બનવા માટે નાણાકીય વર્ષ 2026-27 સુધી રાહ જોવી પડશે.

75માં વર્ષે નિકાસમાં વધારો 
નાણાકીય વર્ષ 2021-22માં ભારતે પહેલીવાર 400 અબજ ડોલરથી વધુની કિંમતની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. છેલ્લા 15 વર્ષમાં ભારતીય ચીજવસ્તુઓની નિકાસ અનેક વખત 300ના આંકને સ્પર્શી છે, પરંતુ 400 અબજ ડોલરના આંકને પણ પાર કરી શકી. 2022-23માં મર્ચેન્ડાઇઝની નિકાસ 500 અબજ ડોલરને સ્પર્શે તેવી શક્યતા છે કારણ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ગયા નાણાકીય વર્ષના સમાન ગાળાની સરખામણીએ મર્ચેન્ડાઇઝ નિકાસમાં 20.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ