બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Yashaswi Jaiswal creates history in Test debut: Becomes first Indian opener to score century on foreign soil

IND vs WI / ડેબ્યુ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ: બન્યો વિદેશી ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર

Megha

Last Updated: 09:40 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેબ્યૂ કરી રહેલા યશસ્વી જયસ્વાલે પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ સદી સાથે તેનું નામ વિશેષ યાદીમાં જોડાઈ ગયું.

  • વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વીનો દબદબો 
  • યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો
  • જયસ્વાલે 215 બોલમાં ફટકારી સદી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ડોમિનિકાના મેદાન પર રમાઈ રહી છે. આ ટેસ્ટના બીજા દિવસની રમતમાં ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા 21 વર્ષના યશસ્વી જયસ્વાલના બેટમાંથી શાનદાર સદીની ઇનિંગ જોવા મળી છે. યશસ્વી પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે, જેણે વિદેશ પ્રવાસ પર આવું કરવામાં સફળ રહ્યો છે.

ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો 
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળી રહ્યો છે. બોલિંગની સાથે ભારતીય ટીમે બેટિંગમાં પણ પૂરી તાકાત દેખાડી હતી. વેસ્ટ ઈન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાના ઓપનરોનો કેરેબિયન બોલરો પર ખૂબ દબદબો જોવા મળ્યો હતો. ડેબ્યૂ કરી રહેલા યશસ્વી જયસ્વાલે પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ સદી સાથે તેનું નામ વિશેષ યાદીમાં જોડાઈ ગયું.

યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો
21 વર્ષીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ ઇનિંગ્સમાં જ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અત્યાર સુધી કોઈ ભારતીય ઓપનરે ભારતની બહાર ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી ન હતી. ભારતે 1932માં ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી હતી પરંતુ આવી તક 91 વર્ષમાં ક્યારેય મળી નથી. યશસ્વી જયસ્વાલ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ ઓપનર છે જેણે વિદેશમાં ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી છે. વિદેશની ધરતીમાં શતક લગાવનાર જયસ્વાલ પહેલા આ કામ સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના, અબ્બાસ અલી બેગ, પ્રવીણ આમરે અને સુરિન્દર અમરનાથ કરી ચુક્યા છે. હવે જયસ્વાલ પણ આવું કરનાર સાતમો ખેલાડી બની ગયો છે.

જયસ્વાલે 215 બોલમાં ફટકારી સદી
મુંબઈના યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે 215 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. આ ઇનિંગમાં તેના બેટમાંથી અત્યાર સુધીમાં 11 ચોગ્ગા નીકળી ચૂક્યા છે. જયસ્વાલ આઈપીએલમાં તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે પણ તેણે ટેસ્ટ રમતી વખતે ઘણી ધીરજ સાથે બેટિંગ કરી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં ભાગ્યે જ ખરાબ શોટ રમ્યો હતો. આ સાથે 21 વર્ષીય યશસ્વી ભારતની બહાર પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ઓપનર બની ગયો છે.

જયસ્વાલે 69.1 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 215 બોલમાં 11 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. જયસ્વાલે મેચના બીજા દિવસે તેના પ્રથમ દિવસના 40 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું અને જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂમાં અર્ધશતક ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. આ પહેલા સુનીલ ગાવસ્કરે 1971માં ડેબ્યૂ ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. ગાવસ્કરે ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. 

આ સિવાય જયસ્વાલની આઈપીએલની વાત કરીએ તો આઈપીએલ 2023માં જયસ્વાલે 165ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 428 રન બનાવ્યા. જયસ્વાલને આઈપીએલની આ સિઝનના કારણે જ ભારતીય ટીમમાં રમવાની તક મળી. ટેસ્ટ ઉપરાંત યશસ્વી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 ટીમમાં પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ