બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SA Team India may get a big blow during the South Africa tour, this player will be out of the Test series!

IND vs SA / સાઉથ આફ્રિકા ટૂર દરમિયાન ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ફટકો, ટેસ્ટ સિરીઝમાંથી બહાર થશે આ ખેલાડી!

Megha

Last Updated: 01:20 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમશે, જેમાં ટીમને એક મોટો ઝટકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા નહીં જાય.

  • ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ પણ રમશે 
  • ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા નહીં જાય
  • મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023 સમાપ્ત થયા બાદ બ્રેક પર હતો

ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે અને ત્યાં ટી20 અને વનડે સીરિઝ બાદ 2 મેચની ટેસ્ટ સીરિઝ પણ રમવાની છે. એવામાં હાલ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટેસ્ટ સીરિઝ રમવા માટે ઉતરનારી ટીમને એક મોટો ઝટકો લાગી શકે છે. મળતી જાણકારી અનુસાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા નહીં જાય.. ચાલો જાણીએ શું છે તેની પાછળનું કારણ

સાઉથ આફ્રિકા સામે આ વર્ષના અંતમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ખરાબ સમાચાર મળ્યા છે. 26મી ડિસેમ્બરથી ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સાથે બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે. પ્રથમ મેચમાં રોહિત શર્મા સામેની ટીમ પર દબાણ બનાવવા માંગશે પરંતુ તેની પાસે આ માટે કોઈ મહત્વપૂર્ણ હથિયાર નહીં હોય, કારણ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ટેસ્ટ સીરિઝમાંથી બહાર થવાના સમાચાર છે.

મોહમ્મદ શમી ટેસ્ટ સિરઝમાંથી કેમ બહાર થયો?
મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023 સમાપ્ત થયા બાદ બ્રેક પર હતો પરંતુ હવે તેને 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકા જવાનું હતું. આ દરમિયાન હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે શમી સાઉથ આફ્રિકા નહીં જાય, કારણ કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. શમીને પગની ઘૂંટીમાં ઈજા છે, જેના કારણે તે આ સિરીઝમાં ભાગ નહીં લે. 

વનડે અને ટી-20માં ટીમ રમ્યા બાદ ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત આખી ટીમ સાઉથ આફ્રિકા જવા માટે તૈયાર છે. 15 ડિસેમ્બરે તમામ ખેલાડીઓ કેપ્ટન હિટમેન સાથે રવાના થશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શમીનું નામ આ યાદીમાં નહીં હોય. જણાવી દઈએ કે, શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 24 વિકેટ સાથે, તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં 26 થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે. જ્યારે બીજી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ સ્ટેડિયમમાં 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.

ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ: 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કે.એલ. રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ ક્રિષ્ના

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ