બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / ind vs pak world cup 2023 sunil gavaskar statement on india vs pakistan match

સ્પોર્ટ્સ / IND vs PAK: 'પાકિસ્તાનની તુલનાએ યજમાન ટીમનું મનોબળ હશે વધારે', ટીમ ઇન્ડિયાને લઇ સુનિલ ગાવસ્કરની ભવિષ્યવાણી

Manisha Jogi

Last Updated: 10:24 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે જે પ્રકારે શરૂઆતની બે મેચ જીતી છે, તેનાથી ભારતનો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. બોલરોએ વિપક્ષ ટીમની શાનદાર વિકેટ લીધી છે અને બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટીંગ કરી છે.

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • ભારતનો આત્મવિશ્વાસ મજબૂત રહેશે
  • ભારતીય ટીમ માટે સુનિલ ગાવસ્કરની ભવિષ્યવાણી

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ પાકિસ્તાન કરતા સારો છે અને ઘરેલુ મેદાન પર રમવાનો ફાયદો રહેશે. સુનિલ ગાવસ્કરે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનની ટીમ સમાન અંક સાથે મેદાન પર ઉતરશે. પાકિસ્તાનની સરકામણીએ ભારતીય ટીમનું મનોબળ વધુ હશે. ભારતીય ટીમે જે પ્રકારે શરૂઆતની બે મેચ જીતી છે, તેનાથી ભારતનો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. બોલરોએ વિપક્ષ ટીમની શાનદાર વિકેટ લીધી છે અને બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટીંગ કરી છે. 

ફીલ્ડિંગમાં સુધારો
ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ માટે ફીલ્ડિંગ ચિંતાનો વિષય હતી, હવે તે ટોપ લેવલ પર આવી રહી છે. આ કારણોસર ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી છે. ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી થવી તે ફાયદાકારક રહ્યું છે. ભારતીય ટીમ પાસે હવે એવો બોલર છે, જે ઈનિંગમાં ગમે ત્યારે વિકેટ લઈ શકે છે. કુલદીપ, જાડેજા અને હાર્દિક પંડ્યા મહત્ત્વપૂર્ણ રીતે વિકેટ લે છે. 

રોહિત અને વિરાટનું પ્રદર્શન
કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી છે અને વિરાટ કોહલીએ પણ સારું પ્રદર્શન કર્યું છે. રાહુલ ફરી એકવાર શાનદાર બેટીંગ કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનને ઓપનર બેટ્સમેન અને બોલરના કારણે તકલીફ થઈ રહી છે. 

પાકિસ્તાનનું પ્રદર્શન
આ મેચમાં અબ્દુલ્લાહ શફીકની સાથે બેટીંગની શરૂઆત કોણ કરશે? શાહીન આફ્રિદી અને હારિસ રઉફ ક્યારે ફોર્મમાં આવશે અને સ્પિનર કેટલા રન આપશે. આ તમામ સવાલ ખૂબ જ પરેશાન કરી દે તેવા છે, જે બાબર આઝમ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. રિજવાન અને સઉદ શકીલ સારી બેટીંગ કરી રહ્યા છે, તેથી બેટીંગમાં કોઈ ચિંતા નહીં રહે.

હાર અને જીત વચ્ચે અંતર પેદા કરે છે
પાકિસ્તાને ફીલ્ડિંગમાં સુધારો કરવાનો રહેશે. આ પ્રકારની ટુર્નામેન્ટમાં ફીલ્ડિંગના કારણે હાર અને જીત વચ્ચે અંતર પેદા કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ