ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Pak મેચની ટિકિટ વેચવામાં ફાંફા! 50 % પણ ન વેચાઇ, હોઇ શકે છે આ કારણ!

ક્રિકેટ / Ind vs Pak મેચની ટિકિટ વેચવામાં ફાંફા! 50 % પણ ન વેચાઇ, હોઇ શકે છે આ કારણ!

Last Updated: 03:11 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત vs પાકિસ્તાનની મેચની ટિકિટ હજુ પણ ઉપલબ્ધ છે. છેલ્લા 15 વર્ષમાં આવું પહેલી વખત બન્યું છે કે, જ્યારે ભારત vs પાકિસ્તાનની મેચ હોય અને બધી ટિકિટ વેચાઈ ના હોય. અગાઉ માત્ર થોડી મિનિટોમાં જ ટિકિટ વેચાઈ જતી હતી.

ADVERTISEMENT

એશિયા કપમાં આગામી 14 સપ્ટેમ્બરે ભારત vs પાકિસ્તાનની મેચ યોજાશે. મોટાભાગે ભારત vs પાકિસ્તાનની મેચની ટિકિટ રાતોરાત વેચાઈ જતી હોય છે પરંતુ આ વખતે ટિકિટ નથી વેચાઈ. દુબઈના ગ્રાઉન્ડમાં રમાનારી આ મેચની ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે. અગાઉ આ ગ્રાઉન્ડ પર  2023માં યોજાયેલી ભારત vs પાકિસ્તાન મેચની ટિકિટ માત્ર 4 મિનિટમાં વેચાઈ ગઈ હતી.

ભારત vs પાકિસ્તાનની મેચના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે જ્યારે હજુ સુધી ટિકિટ અનસોલ્ડ રહી છે. કેમ કે, આ મેચનો ક્રેઝ ખૂબ વધુ હોય છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે, લગભગ 50 ટકા ટિકિટ અનસોલ્ડ છે. આનું કારણ બોયકોટ હોઈ શકે છે. લોકો એવું બતાવવા માંગતા હોય કે તેઓ નથી ઇચ્છતા કે, ભારત vs પાકિસ્તાનની મેચ યોજાય. જો કે, હજુ સમય છે એટલે આ ટિકિટ વેચાઈ પણ શકે છે.

આ બોયકોટનું કારણ પહેલગામ આતંકવાદી હુમલો હોઈ શકે છે જેમાં 26 લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ ભારત સરકારે ઓપરેશન સિંદૂર પણ કર્યું હતું. જેમાં એર સ્ટ્રાઈક અને ડ્રોન અટેકથી પાકિસ્તાનને ખૂબ નુકશાન પણ કર્યું હતું. ત્યાર બાદ સીઝફાયર કરવામાં આવ્યું હતું.

એવામાં અમુક લોકો BCCI નારાજ છે કે, તેઓએ પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર નથી કર્યો. શાયદ આ નારાજગીના કારણે જ હજુ સુધી મેચની તમામ ટિકિટ વેચાઈ નથી. ભારતીય ફેન્સને તે નિર્ણય પસંદ આવ્યો હતો જ્યારે રિટાયર્ડ ટીમે લેજન્ડ્સ લીગમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો હતો.

વધુ વાંચો : 'હું નામ લઇશ તો બિચારા ફસાઇ જશે....', ભારત-પાકિસ્તાન મેચ પૂર્વે આફ્રિદીએ આ શું કહી દીધું?

આ સિવાય અન્ય કારણ એ પણ હોઈ શકે કે, હવે પાકિસ્તાનની ટીમ પહેલા જેવી મજબૂત નથી રહી. પાકિસ્તાનની ટીમ છેલ્લા ઘણા સમયથી ભારત સામે હારતી આવી છે. છેલ્લા 5 વ્હાઇટ બોલ મુકાબલામાં પાકિસ્તાન બધી મેચ ભારત સામે હાર્યું છે. આથી આવી કમજોર ટીમ સામે મેચ જોવાનો ક્રેઝ ઘટ્યો હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 INDIA vs PAKISTAN Unsold Tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ