બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs NZ: Shami's tsunami, Kohli-Rohit's storm 18 historical records made in semi-final

ક્રિકેટ જગત / INDvsNZ: શમીની સુનામી, રોહિત-કોહલીનો સપાટો..., અંતે સેમી ફાઇનલમાં સર્જાયા એકસાથે 18 ઐતિહાસિક રેકોર્ડ

Megha

Last Updated: 10:59 AM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે 398 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમ માત્ર 327 રન જ બનાવી શકી હતી. આ મેચમાં 18 રેકોર્ડ બન્યા હતા જેની શરૂઆત કોહલીએ 117 રનની ઇનિંગ રમીને કરી હતી.

  • ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં મેચમાં 18 અદ્ભુત ઐતિહાસિક રેકોર્ડ બન્યા
  • કોહલીએ શાનદાર ઇનિંગ રમીને રેકોર્ડની શરૂઆત કરી હતી 
  • શમી વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બન્યો છે

ICC ODI વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું. આ સાથે રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશી છે. આ મેચમાં રોહિતે સૌથી પહેલા સિક્સર ફટકારી હતી. આ પછી વિરાટ કોહલીએ પોતાની 50મી ODI સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. સાથે જ આ મેચમાં મોહમ્મદ શમી ભરપેટ વખાણ થઈ રહ્યાં છે કારણ કે મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડની 7 વિકેટ ધડાધડ પાડી લીધી હતી. 

કોહલીએ શાનદાર ઇનિંગ રમીને રેકોર્ડની શરૂઆત કરી 
ભારતીય ટીમે 398 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિવી ટીમ માત્ર 327 રન જ બનાવી શકી હતી. આ મેચમાં 18 અદ્ભુત ઐતિહાસિક રેકોર્ડ બન્યા હતા અને આ રેકોર્ડની શરૂઆત કોહલીએ 113 બોલમાં 117 રનની ધમાકેદાર ઇનિંગ રમીને કરી હતી. આ ઇનિંગના આધારે કોહલીએ સૌથી વધુ વન-ડે સદીના મહાન સચિન તેંડુલકરનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યો છે. 

1. કોહલીની વનડે કરિયરમાં આ 50મી સદી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો. આ ઇનિંગ સાથે કોહલીએ વધુ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.

ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
વિરાટ કોહલી - 279 ઇનિંગ્સ - 50 સદી
સચિન તેંડુલકર - 452 ઇનિંગ્સ - 49 સદી
રોહિત શર્મા - 253 ઇનિંગ્સ - 31 સદી
રિકી પોન્ટિંગ - 365 ઇનિંગ્સ - 30 સદી
સનથ જયસૂર્યા - 432 ઇનિંગ્સ - 432 ઇનિંગ્સ

2. કોહલીએ એક જ વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો સચિનના રેકોર્ડને પણ તોડ્યો છે. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ અત્યાર સુધી 10 ઇનિંગ્સમાં 711 રન બનાવ્યા છે.  

3. વર્લ્ડ કપની મેચમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ
33 - ઈંગ્લેન્ડ vs અફઘાનિસ્તાન, માન્ચેસ્ટર, 2019
32 - ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા, 2023
31 - ન્યુઝીલેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015 ક્વાર્ટર ફાઈનલ
31 - દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, દિલ્હી, 2023
30 - ભારત vs ન્યુઝીલેન્ડ, મુંબઈ , 2023 સેમિફાઇનલ

4. વર્લ્ડ કપ મેચમાં સર્વોચ્ચ સ્કોર (બંને ઇનિંગ્સ સંયુક્ત)
771 - ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા, 2023
754 - દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, દિલ્હી, 2023
724 - ભારત vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023 સેમી-ફાઇનલ

5. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ
11 - ઓસ્ટ્રેલિયા (2003)
11 - ઓસ્ટ્રેલિયા (2007)
10* - ભારત (2023)
9 - ભારત (2003)
8 - શ્રીલંકા (2007)
8 - ન્યુઝીલેન્ડ (2015)

6. વર્લ્ડ કપમાં સતત મેચ જીતવાનો રેકોર્ડ
25 - ઓસ્ટ્રેલિયા (1999-2011)
11 - ભારત (2011-2015)
10* - ભારત (2023)
9 - વેસ્ટ ઈન્ડિઝ (1975-1979)

7. વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ
28 - રોહિત શર્મા (2023)
26 - ક્રિસ ગેલ (2015)
24 - શ્રેયસ ઐયર (2023)
22 - ઓન મોર્ગન (2019)
22 - ગ્લેન મેક્સવેલ (2023)
22 - ડેરેલ મિશેલ (2023)

8. શમી વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બન્યો છે
7/57 - મોહમ્મદ શમી vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023 વર્લ્ડ કપ
6/4 - સ્ટુઅર્ટ બિન્ની vs બાંગ્લાદેશ, મીરપુર, 2014
6/12 - અનિલ કુંબલે vs વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, 1993
6/19 - જસપ્રિત બુમરાહ vs ઈંગ્લેન્ડ, ધ ઓવલ, 2022
6/21 - મોહમ્મદ સિરાજ vs શ્રીલંકા, કોલંબો, 2023

* અગાઉ વર્લ્ડ કપમાં આશિષ નેહરાએ 23 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ મેચ 2003માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. શમીએ નેહરાના રેકોર્ડને તોડ્યો છે.

9. વર્લ્ડ કપમાં એક ટીમ સામે સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ
2 - મિશેલ સ્ટાર્ક vs ન્યુઝીલેન્ડ
2 - મોહમ્મદ શમી vs ઝીલેન્ડ

10. વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ
27 - મિશેલ સ્ટાર્ક (2019)
26 - ગ્લેન મેકગ્રા (2007)
23 - ચામિંડા વાસ (2003)
23 - મુથૈયા મુરલીધરન (2007)
23 - શોન ટેટ (2007)
23 - મોહમ્મદ શમી (2023)

* અગાઉ ભારતીય ટીમમાં ઝહીર ખાને 2011ની સિઝનમાં 21 વિકેટ ઝડપી હતી. હવે શમીએ તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

11. વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ
7/15 - ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) vs નામિબિયા, 2003
7/20 - એન્ડી બિશેલ (ઓસ્ટ્રેલિયા) vs ઇંગ્લેન્ડ, 2003
7/33 - ટિમ સાઉથી (ન્યૂઝીલેન્ડ) vs ઇંગ્લેન્ડ, સેમિ-ફાઇનલ, 2015
7/51 - વિન્સટન ડેવિસ (વેસ્ટ ઈન્ડિઝ) vs ઓસ્ટ્રેલિયા, 1983
7/57 - મોહમ્મદ શમી (ભારત) vs ન્યુઝીલેન્ડ, 2023

* વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શમીના નામે છે. તેણે ઓસ્ટ્રેલિયાના ગેરી ગિલમોરનો રેકોર્ડ તોડ્યો, જેણે 1975ની લીડ્ઝ મેચમાં ઈંગ્લેન્ડ સામે 14 રન આપીને 6 વિકેટ લીધી હતી.

12. શમી વિશ્વ કપમાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર બોલર છે.
4 - મોહમ્મદ શમી
3 - મિચેલ સ્ટાર્ક

* વિશ્વ કપની સિઝનમાં સૌથી વધુ ત્રણ વખત પાંચ વિકેટ લેનારો શમી એકમાત્ર બોલર છે.

13. આ વર્ષે ન્યુઝીલેન્ડ સામેની વનડેમાં ગિલનું પ્રદર્શન
208(149), હૈદરાબાદ
40*(53), રાયપુર
112(78), ઈન્દોર
26(31), ધર્મશાલા
80*(66), મુંબઈ (15 નવેમ્બર)

14. ભારતે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે
19 - ભારત vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023 સેમિફાઈનલ
16 - વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન, 2015 ક્વાર્ટર ફાઈનલ
15 - ન્યુઝીલેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015 સેમિફાઈનલ

15. વર્લ્ડ કપ નોકઆઉટમાં સર્વોચ્ચ સ્કોર
397/4 - ભારત vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023 સેમિફાઈનલ
393/6 - ન્યુઝીલેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015 ક્વાર્ટર ફાઈનલ
359/2 - ઓસ્ટ્રેલિયા vs ભારત, જોહાનિસબર્ગ, 2003 ફાઈનલ
328/7 - ઓસ્ટ્રેલિયા vs ભારત, 2015 સેમિફાઇનલ
302/6 - ભારત vs બાંગ્લાદેશ, મેલબોર્ન, 2015 ક્વાર્ટર ફાઇનલ

16.વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોર
413/5 vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન, 2007
410/4 vs નેધરલેન્ડ, બેંગલુરુ, 2023
397/4 vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023
373/6 vs શ્રીલંકા, ટોન્ટન, 1999

17. વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમે સૌથી વધુ સિક્સ ફટકારી છે
19 vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023 સેમી-ફાઈનલ
18 vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન, 2007
16 vs નેધરલેન્ડ, બેંગલુરુ, 2023

18. વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય
8 - શ્રેયસ ઐયર vs ન્યુઝીલેન્ડ, મુંબઈ, 2023
7 - સૌરવ ગાંગુલી vs શ્રીલંકા, ટોન્ટન, 1999
7 - યુવરાજ સિંહ vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન, 2007

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ