બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs eng shubman gill first century at no 3 broken many records cheteshwar pujara

ક્રિકેટ / ભારતનો 'શુભમેન' ! ગિલે 3 નંબર પર ફટકારી સદી, 7 વર્ષ બાદ ટીમ ઈન્ડીયામાં થઈ કમાલ

Hiralal

Last Updated: 03:45 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શુભમન ગિલે સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું છે.

  • ટીમ ઈન્ડીયા માટે શુભમન ગિલ ફરી 'શુભ'
  • 3 નંબર પર ફટકારી સદી
  • 7 વર્ષ બાદ ટીમ ઈન્ડીયામાં કમાલ 

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં માત્ર ફોર્મમાં વાપસી જ નથી કરી, પરંતુ ભારતને મજબૂત સ્થિતિમાં પણ લાવી દીધું છે. તેની સદીના આધારે ભારતની લીડ 350ને પાર પહોંચી ગઈ છે. ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી છે અને નંબર-3 પર પ્રથમ સદી છે. ગિલે જ્યારથી ઓપનિંગનું સ્થાન છોડીને નંબર-3 પર બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારથી તેના રન પર લગામ લાગી હતી પરંતુ જ્યારે જરુર પડી ત્યારે તેણે મોટી ઈનિંગ રમીને પોતાની તાકાત દેખાડી છે. ગિલે 129 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આ સદી પૂરી કરી હતી.

7 વર્ષ બાદ ભારતીય બેટરની ટેસ્ટ સદી 
આ સદી 7 વર્ષ પછી પોતાની જ ઘરેલુ જમીન પર 3 નંબરના ભારતીય બેટ્સમેને ફટકારી છે. છેલ્લે 2017માં ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાએ ભારતમાં નંબર-3 પર સદી ફટકારી હતી. આ પછી આ નંબર પર કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. ચેતેશ્વર પૂજારાએ 2017માં નંબર-3 પર ફટકારેલી સદી બાદ પૂજારાએ 22, શુબમન ગિલે 5, હનુમા વિહારી 3, કેએલ રાહુલ અને રવિચંદ્રન અશ્વિને 1-1 ઈનિંગ રમી છે. ગિલે પણ પોતાની 5મી ઈનિંગમાં સદી ફટકારીને આ દુકાળનો અંત આણ્યો હતો.

સચિન-કોહલીની ખાસ ક્લબમાં સ્થાન મળ્યું 
શુભમન ગિલે આ સદી સાથે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ખાસ ક્લબમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. તે 25 વર્ષની ઉંમરે 10 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારો ત્રીજો ભારતીય બની ગયો છે. સચિને આ કારનામું 30 વખત કર્યું હતું અને વિરાટ કોહલીએ 21 વખત આ કારનામું કર્યું હતું.

25 વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 કે તેથી વધુ સદી કરનાર ખેલાડીઓ 

30 – સચિન તેંડુલકર (273 ઇનિંગ્સ) 
21 – વિરાટ કોહલી (163) 
10-શુબમન ગિલ (99)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ગિલની આ ત્રીજી સદી છે, તે રોહિત શર્મા, વિરાટ કોહલી અને મયંક અગ્રવાલ પછી આ ચેમ્પિયનશિપમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર ચોથો ભારતીય બની ગયો છે.

WTCમાં ભારત માટે સૌથી વધુ સદી

7 - રોહિત શર્મા
4-વિરાટ કોહલી
4- મયંક અગ્રવાલ
3- શભમન ગિલ 
3- કેએલ રાહુલ
3- ઋષભ પંત
3- અજિંક્ય રહાણે

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે 396 રન લગાવ્યા હતા. આ સ્કોરની સામે ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં 253 રન પર સકંજામાં આવી ગઇ હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. ભારતને પ્રથમ ઈનિંગમાં 143 રનની લીડ મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ