બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / income tax refund taxpayers know itr filling benefits easy loan refund

તમારા કામનું / સમયસર IT રિટર્ન ફાઇલ કરી દેજો, ફટાફટ મળી જશે રિફન્ડ, નહીં તો ભરવો પડશે મસમોટો દંડ

Bijal Vyas

Last Updated: 11:36 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમયસર ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાના ઘણા ફાયદા છે. દંડ અને વ્યાજથી બચવા માટે સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે.

  • આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 31 જુલાઈ છે
  • બેંકમાં લોન અરજી કરવા માટે સારો ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છે
  • ટેક્સ રિટર્ન ફાઇલ કરીને આવકવેરા વિભાગના ઓડિટથી પણ બચી શકાય

Income Tax: કરદાતાઓને હંમેશા સલાહ આપવામાં આવે છે કે, તેઓ સમયસર ITR ફાઇલ કરે. કારણ કે તમે જેટલી જલ્દી રિટર્ન ફાઈલ કરશો તેટલું જલ્દી તમને રિફંડ મળશે. આ સિવાય તે દંડથી પણ બચી જશે. આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા 31 જુલાઈ છે. જો કોઈ વ્યક્તિ આપેલી સમયમર્યાદા સુધી ITR ફાઈલ નહીં કરે તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

મોટાભાગના લોકો વિચારે છે કે, ITR ફાઇલિંગએ એક કાયદાકીય પ્રક્રિયા છે જેના દ્વારા આવકવેરા વિભાગ તમારી કરપાત્ર આવકની વિગતો જાળવી રાખે છે. ઉલ્લેખનીય છે કે, તેનું કામ માત્ર આવક અને ખર્ચની માહિતી આપવાનું નથી, પરંતુ ITRના બીજા ઘણા ફાયદા છે. આવો જાણીએ તેના વિશે…

Topic | VTV Gujarati

10,000 સુધી લાગી શકે છે દંડ 
જો તમે ફાઇલિંગને મોકૂફ રાખજો, તો દંડ 10,000 રૂપિયા સુધી જઈ શકે છે. ઉપરાંત, જો તમારી પાસે કોઈ ટેક્સ બાકી હોય અને તે સમયમર્યાદા સુધીમાં ચૂકવશો નહીં, તો પણ તમારે બાકી રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. તમારા આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ કરીને આ દંડ અને વ્યાજ ચાર્જ ટાળી શકાય છે.

રિફંડનો કરી શકો છો દાવો 
જો તમે આવકવેરાના દાયરામાં આવો છો, તો સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનો એક ફાયદો એ છે કે તમે રિફંડનો દાવો કરી શકો છો. જો તમે PPF અથવા કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓમાં રોકાણ કર્યું છે, તો તમે 80C હેઠળ મુક્તિનો દાવો કરી શકો છો. પરંતુ તમે રિટર્નનો દાવો ત્યારે જ કરી શકો છો જ્યારે ITR સમયસર ફાઈલ કરવામાં આવે. જો તમે સમયમર્યાદા પછી ITR ફાઇલ કરો છો, તો તમને રિફંડ નહીં મળે.

Topic | VTV Gujarati

મજબૂત નાણાંકીય સ્થિતિ
તમારા આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ કરવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે, તમારો નાણાકીય ઇતિહાસ મજબૂત છે. જેના કારણે ક્રેડિટ સ્કોર પણ સુધરે છે. નોંધનીય છે કે, કોઈપણ બેંકમાં લોન અરજી કરવા માટે સારો ક્રેડિટ સ્કોર હોવો જરૂરી છે. તે માત્ર સરળ લોન જ નહીં, પરંતુ તેના દ્વારા ઓછા વ્યાજ દરની સુવિધા પણ પૂરી પાડે છે.

ઓડિટથી બચી શકે છે 
તમે સમયસર તમારું ટેક્સ રિટર્ન ફાઇલ કરીને આવકવેરા વિભાગના ઓડિટથી પણ બચી શકો છો. જો તમે અંતિમ તારીખ પછી તમારું રિટર્ન ફાઇલ કરો છો, તો આવકવેરા વિભાગ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની સમીક્ષા કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ