બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / In view of the G20 summit, the Delhi government has declared a public holiday on September 8, 9 and 10 in the capital.

G20 Summit / ચાંપતો બંદોબસ્ત: અમેરિકાએ માંગી 80 ગાડીઓ, ચીને 46, કયા નેતાનો કાફલો કેટલો મોટો? જાણો G20 સમિટના રોચક તથ્યો

Pravin Joshi

Last Updated: 07:27 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયન અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ 7 સપ્ટેમ્બરે G20 નેતાઓની સમિટ માટે નવી દિલ્હી આવી રહી છે. આવી સ્થિતિમાં મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે, તેની સાથે ટ્રાફિક ડાયવર્ઝન પણ અમલમાં રહેશે.

  • G20 સમિટને લઈને 19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવશે
  • દિલ્હી સરકારે  8, 9 અને 10 સપ્ટેમ્બરે રજા જાહેર કરી 
  • અમેરિકાએ 80 વાહનોની અને ચીનને 46 વાહનની માંગ કરી

19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, યુરોપિયન યુનિયન અને અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ 7 સપ્ટેમ્બરે G20 નેતાઓની સમિટ માટે નવી દિલ્હી આવી રહી છે. આવી સ્થિતિમાં મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે, તેની સાથે ટ્રાફિક ડાયવર્ઝન પણ અમલમાં રહેશે. સુરક્ષા એજન્સીઓ એ પ્રશ્ન સાથે પણ ઝઝૂમી રહી છે કે દરેક મહેમાન દેશ માટે કારકેડના ભાગરૂપે કેટલા વાહનો હોઈ શકે? મળેલી માહિતી અનુસાર, જ્યારે અમેરિકાએ 75-80 વાહનો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે ચીને કહ્યું કે તે 46 વાહનો લાવશે. સૂત્રોએ જણાવ્યું કે આ બે દેશો સિવાય તુર્કી, યુએઈ, યુરોપિયન યુનિયન અને ફ્રાંસના પ્રતિનિધિઓ તેમની કાર લાવવાની યોજના બનાવી રહ્યા છે.

Tag | VTV Gujarati

અમેરિકા અને ચીનના વાહનોની સંખ્યામાં ઘટાડો

સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાફલાઓને કારણે થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે પ્રસ્તાવ મૂક્યો છે કે યુએસ અને ચીન વાહનોની સંખ્યામાં ઘટાડો કરે જેના પગલે વિદેશ મંત્રાલયે મહેમાન દેશોને જાણ કરી. સૂત્રોએ જણાવ્યું કે ઘણી ચર્ચાઓ બાદ અમેરિકા 60 વાહનો પર સહમત થયું જ્યારે ચીન સાથે હજુ ચર્ચા ચાલી રહી છે. દિલ્હી પોલીસના પ્રતિનિધિએ મીટિંગમાં માહિતી આપી હતી કે તેઓએ સુરક્ષા તેમજ ટ્રાફિક માટે તમામ વ્યવસ્થા કરી છે, પરંતુ દેશોએ વાહનોની સંખ્યા ઘટાડવી જોઈએ - 75-80 વાહનોમાંથી યુએસને 25 અને ચીનને લગભગ 20 વાહનોની જરૂર છે.

 

સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે બેઠક

G20 પહેલા VVIP માટે તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે થોડા દિવસો પહેલા યોજાયેલી બેઠકમાં કારકેડ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ ચીફની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય હિતધારકોના અધિકારીઓએ ભાગ લીધો હતો.

પાવરફુલ દેશોની G20 સમિટ યોજાશે ભારતમાં: એક વર્ષમાં થશે 200 મીટિંગ, ગ્લોબલ  GDPમાં છે 85% હિસ્સો | india may held over 200 meeting in all over india  during g20 summit presidency

પ્રતિનિધિઓ દિલ્હી-NCRની 16 હોટલોમાં રોકાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા અને અન્ય લોજિસ્ટિકલ વિચારણાઓના આધારે વિદેશ મંત્રાલયે G20 સમિટ માટે પ્રતિનિધિઓને સમાવવા માટે દિલ્હી-NCRમાં 16 હોટલોની ઓળખ કરી છે. દિલ્હી પોલીસના ટ્રાફિક યુનિટે દિલ્હીમાં આગામી G20 સમિટ માટે ફુલ ડ્રેસ પરેડ રિહર્સલ કર્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ