બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / In Porbandar, Biporjoy showed its ugly side: markets closed, people stuck at home, incessant downpour.

સાયકલોન ઈફેક્ટ / પોરબંદરમાં બિપોરજોયએ બતાવ્યું બિહામણું રૂપ: બજારો બંધ, ઘરમાં પુરાયેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા, અવિરત ધોધમાર વરસાદ

Vishal Khamar

Last Updated: 08:49 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની અસર સાર્વત્રિક અસર થવા પામી છે. દરિયાકિનારાનાં વિસ્તારોમાં પણ બિપોરજોયનાં કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે પોરબંદરનાં વેપારીઓ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે સ્વૈચ્છાએ દુકાનો બંધ રાખી હતી.

  • પોરબંદરમાં વાવાઝોડાની અસરથી પોરબંદર બજાર બંધ
  • સુદામા ચોક, માણેક ચોક, સોની બજાર સહિતની તમામ બજાર બંધ
  • વેપારીઓ સાવચેતીના ભાગ રૂપે બજારો સ્વયંભૂ બંધ રાખી

પોરબંદરમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે .જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજૂ દરિયાકાંઠે 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે . ત્યારે વાવાઝોડાની અસરથી પોરબંદરની તમામ બજારો બંધ રાખવામાં આવી છે .પાલિકા સંચાલિત સિટી બસ સેવા પણ બંધ કરાઈ છે .આશરે 40 જેટલા જર્જરિત મકાનો ખાલી કરાવાયા છે .આગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે .લોકોને ભોજન અને રહેવાની જરૂરીયાતો પૂરી કરવા તંત્ર પણ સજ્જ છે .વીજ વિભાગ પણ એલર્ટ આગમચેતીના ભાગરૂપે સતત કાર્યરત છે . પોલીસ પણ ખડેપગે સુરક્ષામાં ઉભી છે.

વેપારીઓ સાવચેતીના ભાગ રૂપે બજારો સ્વયંભૂ બંધ રાખી
પોરબંદરમાં વાવાઝોડાની અસરથી બજાર બંધ જોવા મળ્યા હતા. ત્યારે સુદામાં ચોક, માણેકચોક, સોની બજાર સહિતનાં તમામ બજાર બંધ હતા. વેપારીઓએ સાવચેતીનાં ભાગરૂપે સ્વયંભૂ બજારો બંધ રાખ્યા હતા. વાવાઝોડાને પગલે પોરબંદર ભાવે પવન ફૂંકાયો હતો.

દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા
પોરબંદરનાં દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ત્યારે પોરબંદરમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તેમજ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

દરિયામાં 30 ફૂટ ઉંચા ઉછળી રહ્યાં છે મોજા
પોરબંદરનાં દરિયામાં વાવાઝોડાની ભારે અસર છે. વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં 30 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. તેમજ પવનને કારણે દરિયા કિનારે ઉભું રહેવું પણ મુશ્કેલ બન્યું હતું.
પોલીસ કાફલા સાથે પાલિકાના કર્મચારીઓએ કરી કામગીરી
વાવાઝોડાને પગલે પોરબંદર નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ હતી. નગરપાલિકા દ્વારા ભયજનક તેમજ જર્જરિત મકાનો ખાલી કરાવ્યા હતા.  પોલીસ કાફલા સાથે પાલિકાનાં કર્મચારીઓએ કામગીરી કહી હતી. તેમજ લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ બન્યું હતું. 

ભારે પવનને કારણે જર્જરિત થયો હતો વીજપોલ
પોરબંદરમાં વાવાઝોડાને લઈને વીજ વિભાગ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે દરિયાકાંઠે જર્જરિત વીજપોલ તોડી પડાયો હતો. ભારે પવનનાં કારણે વીજપોલ જર્જરિત થયો હતો. ત્યારે પોલીસની દેખરેખ હેઠળ કામગીરી કરાઈ હતી. ત્યારે અગમચેતીનાં ભાગરૂપે PGVCL દ્વારા કામગીરી કરાઈ છે.  

નવલખીમાં પવન સાથે વરસાદ
મોરબીના નવલખી બંદર ઉપર વાવાઝોડાની અસર  થવા પામી હતી. નવલખીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 

વાંકાનેરમાં આવેલ સિરામીકના કારખાનામાં પતરા ઉડ્યા
મોરબી જીલ્લામાં પણ ભારે પવનનાં કારણે કારખાનામાં નુકશાન થયું હતું. વાંકાનેરમાં આવેલ સિરામિકના કરખાનામાં પતરા ઉડ્યા હતા. કારખાનાના પતરા ઉડવાથી તૈયાર કાચા અને પાકા માલને નુકશાન થવા પામ્યું હતું. પતરા તૂટતા કોઈ જાનહાનિનો બનાવ હજુ સુધી બન્યો ન હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ