બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Politics / વિશ્વ / In many countries, these Indian leaders including Rishi Sunak are doing Raj

દબદબો / ઘણા દેશોમાં ભારતવંશીઓની ધાક, ઋષિ સુનક સહિત આ ભારતીય નેતાઓ કરી રહ્યાં છે રાજ

Dinesh

Last Updated: 05:28 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો છે. સુનકની સિવાય પણ ઘણાં બધા ભારતીયો વિશ્વમાં ઉચ્ચા હોદ્દો ધરાવે છે

  • ભારતીયોનો વિદેશમાં દબદબો
  • ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન
  • મોરેશિયસના વડાપ્રધાન પણ મુળભારતીય છે


ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યાં છે. ઋષિ સુનકે યુકેના વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો છે. ભારતમાં પણ તેમની જીતની ખુશી મનવવામાં આવી રહી છે. ઋષિ સુનકની સિવાય પણ ઘણાં ભારતીયો વિશ્વમાં ઉચ્ચા સ્થાન પર હોદ્દો ધરાવે છે. જેઓ ભારતીયો મૂળ છે અને જેતે દેશની સત્તામાં સારી જગ્યા પર છે. દિવાળીના તહેવાર પર ભારતીય મુળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધનના સમાચાર સાંભળી સૌ કોઈ ખુશ થયા છે. યુકેમાં રાજનીતિમાં ખેચાતાણ વચ્ચે ફક્ત 45 દિવસ જ પ્રધાનમંત્રી પદ પર રહીને લિઝ ટ્રસએ રાજીનામુ આપી દીધું છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતાઓની ભારી બહુમતીથી સાથે વડાપ્રધાનની રેસમાં સુનકે ઉતર્યા હતા. જેમાં તેમની હરિફ ઉમેદવાર પેની મોરડોન્ટ બહુ ઓછા નેતાઓનો સમર્થન મળ્યું હતું જેથી તેઓ ચૂંટણી પહેલા જ તેમણે ઉમેદવારી પાછી ખેચવાની જાહેરાત કરી નાખી હતી. 

ભારતીય મુળ ઋષિ સુનક
રવિવારે ચૂંટણી પહેલા ઋષિ સુનકની દાવેદારી ખુબ જ મજબુત બની ગઈ હતી જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી બોરિય જોન્સન પ્રધાનમંત્રી બનવવાની રેસમાંથી નીકળી ગયા હતાં. બોરિસ રેસમાંથી નીકળતા સુનકની સીધી ટક્કર પેની સાથે હતી. જેમાં પેનીને શરૂઆતથી ઋષિ સામે મજબુત માનવામાં આવતી ન હતી. ઋષિ સુનકની જીત પર ભારતમાં પણ જોરદાર ખુશી મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા પાઠવી હતી. સૌથી મહત્વની વાત છે કે ઋષિ સુનક હિન્દુ સંપ્રદાય સાથે સંકળાયેલા ત્યાના પહેલા નેતા ગણવામાં આવે છે અને જેઓ બ્રિટન પર રાજ કરશે. ઋષિ સુનકની સાથે અનેક ભારતીયો છે જેમણે ભારતની નામના આગળ વધારી છે.

લિયો વરાડકર
ભારતીય મુળના લિયો વરાડકર આયરલેન્ડમાં મોટા નેતા છે. જોઓ ત્યા સરકારમાં વર્તમાનમાં મંત્રી પદ સંભાળી રહ્યાં છે. તેઓ વર્ષ 2017થી 2020 સુધી આયરલેન્ડમાં રક્ષા મંત્રી રહી ચુક્યા છે. લિયોનો જન્મ ડબલિનમાં થયો હતો. જ્યારે તેમના પિતા અશોકનો જન્મ મુંબઈમાં થયો હતો. 

વેવલ રામકલવાન
ભારતીય મુળના વેવલ રામકલવાન સેશેલ્સમાં રાજનેતા છે. જેઓ 26 ઓક્ટોમ્બર 2020માં સેશલ્સના રાષ્ટ્રપતિ બન્યા હતા.રાષ્ટ્રપતિ બનવા પહેલા તેઓ વેવલ રામકલવાન વિપક્ષી નેતા અને કેટલીકવાર સંસદ પણ રહી ચુક્યાં છે. વેવલ રામકલાવન પણ મુળ ભારતીય છે. જેઓ બિહારના છે તેમના દાદા બિહારના ગોપાલગંજ જિલ્લાના હતા. વેવલ પૂજારી પણ રહી ચુક્યા છે. તેઓ પાછળા વર્ષે બે દશક રાજનીતિના પૂર્ણ કર્યા છે. 

એન્ટોનિયો કોસ્ટા
પોર્ટુગલના વર્તમાન વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા સંબંધ ભારત સાથે છે. એન્ટોનિયો કોસ્ટા 26 નવેમ્બર 2015ના રોજ પોર્ટુગલના 119માં વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કોસ્ટા અડધો પોર્ટુગીઝ અને અડધો ભારતીય છે. તેમના પિતા મૂળ ગોવાના હતા, જેનો જન્મ આફ્રિકન દેશ મોઝામ્બિકમાં થયો હતો. એન્ટોનિયો કોસ્ટા ગોવામાં બાબુશ તરીકે પણ ઓળખાય છે. 

પ્રવિંદ જુગનાથ
ભારતીય મૂળના પ્રવિંદ જુગનાથ મોરેશિયસના વડાપ્રધાન છે. પ્રવીણ જુગનાથ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે જોડાયેલા છે. પ્રવીણ જુગનાથનો જન્મ આહિર હિંદુ પરિવારમાં થયો હતો. એપ્રિલ 2022 માં પ્રવિંદ જુગનાથ આઠ દિવસના ભારત પ્રવાસ આવ્યા હતા. જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા. 

મોહમ્મદ ઈરફાન અલી
2 ઓગસ્ટ 2020માં મોહમ્મદ ઈરફાન અલી સાઉથ અમેરિકા ગયાનાના નોર્વેમાં કાર્યકારી રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા હતા. મોહમ્મદ ઈરાફન અલી અડધા ભારતીય મુસ્લીમ અને અડધા ગયાની પરિવાર સાથે જોડાયેલા છે. તેમનું જન્મ વેસ્ટ કોસ્ટ ડેમરારાના લિઓનોરામાં થયો હતો.

હલીમા યાકુબ
ભારતીય મૂળના હલીમાહ યાકબ 2017થી સિંગાપોરના રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તે સિંગાપોરની સંસદના સ્પીકર હતા. સૌથી નોંધપાત્ર વાત એ છે કે હલીમા સિંગાપોરની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. હલીમા યાકુબના પિતા ભારતીય મુસ્લિમ પરિવારના હતા. 

ચંદ્રિકા પ્રસાદ ચન સંતોખી
ભારતીય મૂળના ચંદ્રિકા પ્રસાદ ચાન સંતોખી દક્ષિણ અમેરિકામાં સુરીનામ દેશના રાષ્ટ્રપતિ છે. સંતોખીનો જન્મ 1959માં સુરીનામ પરિવારમાં થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ