હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ રહીને રાજ્યના તાપમાનમાં સદંતર ઘટાડો થશે અને ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેમા 4 થી 5 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
રાજ્યમાં હવે થશે શિયાળાનું આગમન
આગામી 2 દિવસ રહીને ઠંડીનું પ્રમાણ વઘશે
રાજ્યના તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ધટાડો નોંધાશે
ગુજરાતમાં નવેમ્બરની શરૂઆતમાંજ ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવાનો શરૂ થઈ ગયો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીનું પ્રમાણ તો વધ્યું હતુ. જોકે હવે રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે.
2 દિવસમાં વધશે ઠંડીનું પ્રમાણ
ઠંડીની સ્થિતીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેથી લોકોએ ધાબડા અને સ્વેટરો કાઢીને તૈયાર રહેવું પડશે. નવેમ્બરના અંત સુધીમાં તો રાજ્યમાં પૂર્ણ રીતે શિયાળો બેસી જશે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો લોકોને અનુભવ થવાનો છે.
3 થી 5 ડિગ્રી તાપમાન ઘટશે
હાલ જુદા જુદા રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમા ગુજરાતમાં પણ છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ભેજને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંઘાયો નથી. પરંતુ હવે ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે.
ઠંડી ગત વર્ષની સરખામણીએ વધારે પડશે
આપને જણાવી દઈએ કે આ વર્ષે ચોમાસામાં ભરપુર વરસાદ પડ્યો હતો. સાથેજ ઉનાળામાં પણ આકરો તાપ સહન કરવો પડ્યો છે. જેથી એનો અંદાજ લાગાવામાં આવી રહ્યો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી પણ વધારે પડવાની છે. જેને લઈને હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે કે 2 દિવસ બાદ ઠંડીનું પ્રમાણ પણ વધવાનું છે.
રાજ્યભરમાં ઠંડીનો અનુભવ થશે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દર વર્ષે સૌથી વધારે ઠંડી નલીયામાં પડતી હોય છે. પરંતુ હાલ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો અનુભવ થવાનો છે. જેમા રાજ્યના તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ધટાડો પણ જોવા મળશે.