બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Crime Branch action following complaint by Surat MLA Sandeep Desai, 3 arrested including PA of Ganpat Vasava

કાર્યવાહી / સુરતના MLA સંદીપ દેસાઈની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, ગણપત વસાવાના PA સહિત 3ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Malay

Last Updated: 09:47 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે ગણપત વસાવાના PA રાકેશ સોલંકી સહિત 2 કર્મચારી દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલની ધરપકડ કરવામાં આવી છે

  • MLA સંદીપ દેસાઈની ફરિયાદ મામલે કાર્યવાહી
  • ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની કરી ધરપકડ
  • તપાસમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને નેતા પર ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા તૈયાર કરી પેનડ્રાઈવથી ભાજપના મોટા નેતાઓ અને હોદ્દેદારો સુધી પહોંચાડવા મામલે સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગણપત વસાવાના PA રાકેશ સોલંકીની ધરપકડ કરી છે. આ ઉપરાંત 2 કર્મચારી દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લોરેન્સ બિસનોઇ અને સંપત નહેરા ગેંગના  7 આરોપીઓની ધરપકડ | Surat Crime Branch gets big success, 7 accused of  Lawrence Bisnoi and Sampat Nehra ...
ફાઈલ ફોટો

રાકેશ સોલંકીએ તૈયાર કરી હતી પેન ડ્રાઈવ 
તપાસમાં એવું સામે આવ્યું છે કે, રાકેશ સોલંકીએ પોતાની ઓફિસમાં પેનડ્રાઈવ તૈયાર કરી હતી. અન્ય બે પત્ર પણ પોતાની ઓફિસમાં જ કોમ્પ્યુટરમાં તૈયાર કરાવ્યા હતા. દીપુ યાદવ, ખુમાનસિંહે પેનડ્રાઈવ અને પત્રો નેતાઓને પોસ્ટ કર્યા હતા. પત્રો ભરૂચ તથા પાલેજથી જુદા જુદા નેતાઓને પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યા હતા. 

ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાકેશ સોલંકીએ કોના ઈશારે કામ કર્યુંએ દિશામાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા રાજકીય ધડાકા અને ખુલાસા થવાની શક્યતા છે.

કડીની મહિલાએ સાત વાર પતિને પુરાવ્યો જેલમાં, બધી વાર છોડાવી લાવી, ગોથે ચઢી  જવાય તેવો કિસ્સો I Gujarat Woman Gets Husband Arrested 7 Times In Less Than  10 Years, Bails Him Out
ફાઈલ ફોટો

શું છે સમગ્ર મામલો?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને સંદીપ દેસાઈને બદનામ કરતી એક પેન ડ્રાઈવ અને પત્રો ફરતા કરાયા હતા. આ સમગ્ર મામલે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઈમબ્રાન્ચમાં અરજી આપી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ફરિયાદ નોંધી હતી.  

ત્રણની ધરપકડ
અરજીની તપાસ બાદ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધારાસભ્ય ગણપત વસાવાના PA રાકેશ સોલંકી અને બે કર્મચારીઓ દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલની ધરપકડ કરી છે. દીપુ યાદવ અને ખુમાનસિંહ પટેલે આ પેન ડ્રાઈવ અને પત્રો ભરૂચ તથા પાલેજથી જુદા જુદા નેતાઓને પોસ્ટ કર્યા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ