બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Bhikhapura of Chotaudepur a woman conductor husband committed the murder

એરેરાટી / પતિએ કંડકટર પત્નીની બસમાં છરીના 18 ઘા મારી કરી હત્યા, છોટાઉદેપુરમાં ખેલાયો ખૂની ખેલ, કારણ ચોંકાવનારૂ

Dinesh

Last Updated: 12:11 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરના ભીખાપુરામાં ખૂની ખેલ ખેલાયો; 18 ઘા છરીના મારી મહિલા કંડકટરનું પતિએ જ કર્યું મર્ડર, હત્યારા પતિ અમૃત રાઠવાની પોલીસે કરી ધરપકડ

  • છોટાઉદેપુરના ભીખાપુરાની ઘટના 
  • છરીના ઘા મારી બસમાં મહિલા કંડકટરનું ખૂન 
  • 18 ઘા છરીના મારી મહિલા કંડકટરનું મર્ડર 


ગઈકાલે છોટાઉદેપુરના ભીખાપુરામાં ખૂની ખેલ ખેલાયો છે. એક મહિલા કંડકટરની હત્યા કરી દેવામાં આવી છે. એસ ટી બસમાં અનેક લોકોની હાજરીમાં હત્યાને અંજામ આપ્યો છે. મહિલાના પતિ જ હત્યારો છે. મહિલાનો પતિ પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ છે અને સુરતમાં નોકરી કરે છે. ગઈકાલે છરી લઈને ભીખાપુર આવ્યો હતો અને અહી મર્ડરને અંજામ આપ્યો છે

મહિલા કંડકટરની હત્યા પતિ કરી
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંડા ગામના પતિએ પત્નીની હત્યા કરી છે. પતિ સુરત ખાતે પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો તો પત્ની બસ કંડકટર તરીકે છોટા ઉદેપુર માં ફરજ બજાવતી હતી ત્યારે પાવીજેતપુરના ભીખાપુરા ખાતે પાવી જેતપુર ભિખાપુરા ગામે બસ આવી હતી ત્યારે પતિએ બસમાં જ  ધોળા દિવસે એસ.ટી બસ કંડકટર પત્નિ ની ભર બજાર કરાઈ હત્યા કરી   છે.

લોકોની હાજરીમાં પત્નીનું મર્ડર કર્યું 
આ દંપતી  કંડા ગામના રહેવાસી છે. પતિ અમૃત રાઠવા  સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો તો પત્ની મંગીબેન રાઠવા બસ કંડકટર તરીકે ફરજ બજાવતી હતી. ત્યારે પત્નિ   મંગીબેન રાઠવાની ભીખાપૂરા ગામે બસમાં બેઠી હતી ત્યારે પોતાનાજ પતિએ ચાકુથીં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ભીખાપૂરા ગામે હત્યાનો બનાવ બનતા લોક ટોળા ઉમટી પડયા હતા.

પતિ અમૃત રાઠવાની ધરપકડ કરી 
પતિ અને પત્ની વચ્ચે ઘર કંકાશના કારણે વારંવાર ઝગડો થતો હતો. પતિને તેની પત્ની પર કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધો હોવાની શંકા જતા પતિએ પત્નીની હત્યા કરી નાખી છે અને દાંપત્ય જીવન વેર વિખેર થઈ ગયું છે. સમગ્ર ધટનાની જાણ થતા છોટા ઉદેપુર પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતક મંગીબેન રાઠવા મૃતદેહને પી એમ માટે જેતપુર પાવી ખાતે ખસેડી હત્યારા પતિ અમૃત રાઠવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ