બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Aravalli, a rickshaw puller collapsed due to sudden chest pain, while in Narmada, a 28-year-old youth suffered a heart attack, both died.

દુઃખદ / અરવલ્લીમાં અચાનક છાતીમાં દુ:ખાવા બાદ ઢળી પડ્યો રિક્ષાચાલક, તો નર્મદામાં 28 વર્ષીય યુવકને આવ્યો હ્રદય હુમલો, બંનેના મોત

Vishal Khamar

Last Updated: 11:25 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાર્ટએટેકથી બે વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. ભીલોડામાં ઘરનાં મોભીનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે વલસાડમાં યુવકને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું હતું.

  • અરવલ્લી ભીલોડામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
  • ડેડિયાપાડાના યુવકનું હાર્ટએટેક મોત નિપજ્યું
  • સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો

 રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ભીલોડા તેમજ વલસાડમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત થયા હતા. 

અરવલ્લી ભીલોડામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.  સુનસર ગામના 41 વર્ષીય મહેન્દ્ર પરમારનુ મૃત્યું થયુ હતું. અચાનક છાતીમાં દુ:ખાવા બાદ વ્યક્તિ ઢળી પડ્યો હતો.  રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવનાર વ્યક્તિનું મૃત્યુ નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

ડેડિયાપાડાના યુવકને આવ્યો હાર્ટએટેક 
રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકતી મૃત્યું થયું હતું. વલસાડનાં ડેડિયાવાડાનાં 28 વર્ષીય નરેશ વસાવા નામનાં યુવકને હાર્ટએટેક આવ્યો હતો. રાત્રી દરમ્યાન છાતીમાં દુખાવાની ફરિયાદ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારે હોસ્પિટલમાં ફરજ પરનાં ર્ડાક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો.  

મહિલા સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સરકાર મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને સહાય આપે: સરપંચ
હાર્ટએટેકથી જીવ ગુમાવનારના પરિજનોને સહાય આપવા માંગ કરી છે.  જેતપુરના ઝાંઝમેર ગામના મહિલા સરપંચે CMને લખ્યો પત્ર લખ્યો છે. પત્રમાં સરપંચે પત્રમાં લખ્યું છે કે, હાર્ટએટેકથી યુવાનોનાં મૃત્યું થઈ રહ્યા છે. ત્યારે મહિલા સરપંચ દ્વારા પરિવારનાં મુખ્ય વ્યક્તિનું મૃત્યું થાય તો સહાય આપવા માંગ કરી છે. તેમજ સરકાર મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને સહાય આપે તેવી માંગ કરી છે. 

પૂજ્ય મોરારી બાપૂએ બરસાનામાં રામકથાનો કર્યો શુભારંભ | kathakar morari bapu  ramkatha begins at barsana in Uttar Pradesh

મોરારીબાપુએ હાર્ટએટેકની ચિંતા કરી વ્યક્ત
રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટએટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bhiloda Dediapada Heart attack death of youth ડેડિયાપાડા ભીલોડા યુવકનું મોત હાર્ટએટેક Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ