બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, the system carried out operations for the implementation of the new CNCD policy

અમદાવાદ / નવી CNCD પોલિસીના અમલ માટે તંત્ર મક્કમઃ રખડતાં ઢોર પકડવાની કામગીરીની વીડિયોગ્રાફી કરાશે, અવરોધરૂપ તત્વો સામે AMC આકરાપાણીએ

Dinesh

Last Updated: 09:42 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news : અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી નવી ઢોર નિયંત્રણ નીતિ અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત હવે રોજનાં 100થી વધુ રખડતાં ઢોરને પકડીને બહેરામપુરા ખાતેના ઢોર વાડે પૂરવામાં આવી રહ્યાં છે.

  • નવી CNCD પોલિસીના અમલ માટે તંત્ર મક્કમ
  • ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
  • પશુપાલકોની બાઈકર્સ ગેંગ ભારે ઉપદ્રવ મચાવે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી નવી ઢોર નિયંત્રણ નીતિ અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત હવે રોજનાં 100થી વધુ રખડતાં ઢોરને પકડીને બહેરામપુરા ખાતેના ઢોર વાડે પૂરવામાં આવી રહ્યાં છે. ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગની ઢોર પકડવાની કામગીરીમાં એક મહિનામાં 1400થી વધુ પશુઓ પકડવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા આ કામગીરીને વધુ કડક રીતે હાથ ધરવાની તૈયારી પણ જોરશોરથી ચાલુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચસ્તરેથી નવી સીએનસીડી પોલિસીની અમલવારી માટે વધુ મક્કમતાથી ઝુંબેશ હાથ ધરવાની તાકીદ સંબંધિત વિભાગોને કરવામાં આવી છે. જે અંતર્ગત હવે તંત્ર આ કામગીરીની વીડિયોગ્રાફી પણ કરશે. ઉચ્ચસ્તરેથી અપાયેલા આદેશ મુજબ વીડિયોગ્રાફીના આધારે ઢોર પકડવાની કામગીરીમાં અવરોધરૂપ બનતાં તત્ત્વોને ઓળખી કઢાશે અને તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાશે. નવી ઢોર નિયંત્રણ પોલિસીમાં હવે તંત્ર દ્વારા પકડાયેલા ઢોરને છોડાવવા માટે આકરા નિયમો ઘડાયા છે. ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગને હેલ્થ વિભાગ સહિતના અન્ય વિભાગનો સ્ટાફ તાકીદના ધોરણે ફાળવવામાં આવ્યો છે. આ કામગીરી કરવા માટે ખાનગી મજૂરોની સંખ્યા પણ વધારી દેવાઈ છે. અત્યારે તો હાઈકોર્ટના નિર્દેશ મુજબ તંત્ર દરરોજના 100થી વધુ ઢોર પકડવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે.

અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ? છેલ્લાં 10 મહિનામાં 16,323 રખડતા ઢોર  ડબ્બે પુરાયા | Ahmedabad authorities got success in catching stray cattle

ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં
શહેરમાંથી પકડાયેલાં ઢોરને ઢોર ડબામાં પૂરીને જો પશુપાલકો તેને છોડાવવા ન આવે તો સરકાર માન્ય ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે છે. તંત્ર દ્વારા શહેરના સાત ઝોનના વિવિધ વિસ્તારો જેમ કે મેમ્કો, ભાર્ગવ રોડ, કુબેરનગર, બાપુનગર, નારોલ, શાહવાડી, દાણીલીમડા, વાંદરવડ તળાવ, વટવા, જામફળવાડી, વસ્ત્રાલ, ધીરજ હાઉસિંગ, ભાઈપુરા, વિરાટનગર, નિકોલ, અમરાઈવાડી, રામાપીરનો ટેકરો, રાણીપ, મોટેરા, ચાંદખેડા, નહેરુનગર, ભાવસાર હોસ્ટેલ, આઈઓસી રોડ, મેઘાણીનગર, ઘી કાંટા, ઘાટલોડિયા, ગોતા, સરખેજ, ઠક્કરનગર, નરોડા-દહેગામ રોડ, ખોખરા રોડ, પ્રીતમપુરા, રામોલ, એક્સપ્રેસ હાઈવે, ઓઢવ, મેમનગર, ચાંદલોડિયા જેવા વિસ્તારોમાંથી રખડતાં મુકાયેલાં ઢોરને પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

બાઈકર્સ ગેંગ પર કાર્યવાહી કરાશે
ગઈ કાલે તંત્રએ 124થી વધુ ઢોરને ઝબ્બે કર્યાં હતાં તેમજ 2570 કિલો ઘાસચારો પણ જપ્ત કર્યો હતો. આ કામગીરી દરમિયાન અનેક વિસ્તારોમાં પશુપાલકોની બાઈકર્સ ગેંગ ભારે ઉપદ્રવ મચાવે છે. પશુપાલકોએ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારનાં ગ્રૂપ્સની રચના કરી છે અને આ ગ્રૂપ્સમાં સામેલ સભ્યોને અગાઉથી ઢોર પકડવાની પાર્ટીના મામલે જાણકારી અપાઈ જાય છે. એટલે જો ઓઢવમાં ઢોર પકડવાની પાર્ટી રવાના થઈ હોય તો પશુપાલકો સોશિયલ મીડિયા મારફતે આની માહિતી રામોલના સ્થાનિક સભ્યોને આપી દે છે અને તે વખતે સ્થાનિક પશુપાલકો બાઈક લઈને ઢોર પકડવાની પાર્ટી આવે તે પહેલાં રખડતાં ઢોરને આજુબાજુની નાની ગલીમાં સગેવગે કરી દે છે. પશુપાલકોની આ બાઈક પર ફરતી ગેંગ બાઈકર્સ ગેંગ તરીકે પણ ઓળકાય છે. અમુક વિસ્તારોમાં બાઈકર્સ ગેંગ ઢોર પકડવાની પાર્ટી પર હુમલા પણ કરતી આવી છે. ઉચ્ચસ્તરેથી ઢોર પકડવાની પાર્ટી સહિતના વિભાગોને એવો આદેશ અપાયો છે કે ઢોર પકડતી વખતે તેની કામગીરીની વીડિયોગ્રાફી કરાવવી. બાઈકર્સ ગેંગના ઉપદ્રવ પર વીડિયોગ્રાફીના આધારે પોલીસ કામગીરી સહિતનાં કડક પગલાં લેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ