ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / In Afghanistan armed guerrilla resistance led deposed vice president forming

આંતરિક વિરોધ / તાલિબાનનો દાવ ઉંધો પડવા લાગ્યો: અફઘાનિસ્તાનના ત્રણ જિલ્લાઓમાં એવું બન્યું કે ચિંતામાં મૂકાયું

Published By: Shyam

Last Updated: 11:40 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં સ્થાનિક વિરોધી ગ્રૂપ દ્વારા તાલિબાન સામે મોરચો ખોલી દેવાયો, અને બાઘલાન પ્રાંતના ત્રણ જિલ્લાને આઝાદ કરી લેવાયા

ADVERTISEMENT

  • અફઘાનિસ્તાનમાં તાલિબાની સામે વિરોધી ગ્રૂપ થયા ઉભા
  • અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં સશસ્ત્ર વિદ્રોહ શરૂ
  • બાઘલાન પ્રાંતના ત્રણ જિલ્લાને આઝાદ કરી લેવાયા

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાના પ્રયાસોમાં તાલિબાન લાગી ગયું છે. પરંતુ આ સાથે તાલિબાનની મુશ્કેલી પણ વધી રહી છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે સ્થાનિક વિરોધી ગ્રૂપ દ્વારા તાલિબાન સામે મોરચો ખોલી દેવાયો છે. અને બાઘલાન પ્રાંતના ત્રણ જિલ્લાને આઝાદ કરી લેવાયા છે. આ જિલ્લાઓમાં પોલ-એ-હેસર, હેડ સહાલ અને બાનો છે. આ ગ્રૂપ સાથેની લડાઈમાં તાલિબાની પણ માર્યા ગયા છે. 

હાલમાં તાલિબાનના તમામ મોટા નેતા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં છે. સાથે જુદા-જુદા વિસ્તારના કમાન્ડર પણ ખુશામત કરવા અને ઉચ્ચના તાલિબાનીઓ સાથે સંબંધ બનાવવા માટે કાબુલમાં ડેરો નાખીને બેઠા છે. આ કારણે નાના-નાના વિસ્તારમાં તાલિબાનના લોકો નેતૃત્વહીન સ્થિતિમાં છે. જેના કારણે અન્ય ગ્રૂપ ફાયદો ઉઠાવી પોતાની સત્તા જમાવી રહ્યા છે. 

આ વચ્ચે રૂસના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવએ કહ્યું કે, તાલિબાનનું શાસન સમગ્ર અફઘાનિસ્તાન પર નથી. અને પંજશીર પ્રાંતમાં સશસ્ત્ર વિદ્રોહ શરૂ થઈ ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પંજશીરમાં અફઘાનિસ્તાન સેનાના પ્રશિક્ષિત જવાન એક થઈ રહ્યા છે. જેમાં અફઘાન સ્પેશિય ફોર્સના જવાન પણ છે. જે સૌથી શ્રેષ્ઠ સૈનિકમાં ગણતરી પામે છે. તો આ સાથે એક બીજી માહિતી પણ સામે આવી છે. જેમાં અફઘાનિસ્તાનમાં તાઝિક મૂળના લોકોમાં જાણીતા અને હીરો માનવામાં આવતા અહમદ શાહ મસૂદનો દિકરો અમહદ મસૂદ આ વિદ્રોહના નેતા છે. મસૂદની સાથે પોતાની જાતને અફઘાનિસ્તાનના કેયરટેકર રાષ્ટ્રપતિ જાહેર કરનારા અમરુલ્લાહ સાલેહ પણ સાથે છે. તો વધુમાં એક વારલૉડનું નામ પણ જોડાઈ ગયું છે. તો આ ગ્રૂપનું કહેવું છે કે, ઉજબેકની સેના પણ તેમની તરફથી લડશે. અને દોસ્તમની સાથે વિરોધી ગ્રૂપ પણ બેઠક કરશે. અને તમામ લોકો એકસાથે આવીને તાલિબાનને મોટી ટક્કર આપી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Resistance Group taliban fighters આંતરિક વિરોધ તાલિબાન વિરોધી ગ્રૂપ Taliban

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ