બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / In a big blow to the president of Maldives amid controversy, the Bharatiya Samatra Party won the mayoral election

India-Maldives Row / વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિને મોટો ઝટકો, ભારત સમર્થક પાર્ટીએ જીતી મેયર ચૂંટણી

Priyakant

Last Updated: 09:05 AM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Maldives Row Latest News: ચીન પરત ફરેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ શનિવારે કડક ટિપ્પણી કરતા કહ્યું કે તેમનો દેશ ભલે નાનો હોય, પરંતુ તેનાથી અમને ધમકાવવાનું કોઈને લાયસન્સ નથી

  • માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂને મોટો ફટકો 
  • 'માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી' (MDP) ની રાજધાની માલેના મેયરની ચૂંટણીમાં જીત 
  • વિરોધ પક્ષ 'માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી' (MDP) ભારત તરફી હોવાનું કહેવાય છે 

India-Maldives Row : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂને આંચકો આપતા ભારત તરફી વિરોધ પક્ષ 'માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી' (MDP) એ રાજધાની માલેના મેયરની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. MDP ઉમેદવાર એડમ અઝીમ માલેના નવા મેયર તરીકે ચૂંટાયા છે. મુઇજ્જૂએ ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. માલદીવના મીડિયાએ અઝીમની જીતને 'વિશાળ' જીત ગણાવી છે. MDPનું નેતૃત્વ ભારત તરફી ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ સોલિહ કરે છે, જેઓ ચીન તરફી નેતા મુઇજ્જૂ સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હતા.

માલદીવના ઓનલાઈન ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, એડમ અઝીમે મુઇજ્જૂના નેતૃત્વવાળી હરીફ પાર્ટી 'પીપલ્સ નેશનલ કોંગ્રેસ' (PNC)ના આઈશાથ અઝીમા શકૂરને હરાવ્યા. માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓને કારણે ભારત સાથેના ટાપુ રાષ્ટ્રના સંબંધો તણાવમાં આવી ગયા છે.

અમને ધમકાવવાનું કોઈ લાયસન્સ નથી
ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાત બાદ સ્વદેશ પરત ફરેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ શનિવારે કડક ટિપ્પણી કરતા કહ્યું કે તેમનો દેશ ભલે નાનો હોય, પરંતુ તેનાથી અમને ધમકાવવાનું કોઈને લાયસન્સ નથી. મુઇજ્જૂનું નિવેદન માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓને લઈને ભારત સાથે રાજદ્વારી વિવાદ વચ્ચે આવ્યું છે. ચીન તરફી નેતા ગણાતા મુઇજ્જૂએ કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું, અમે ભલે નાનો (દેશ) હોઈએ પરંતુ તેનાથી તેમને અમને ધમકી આપવાનું લાયસન્સ મળતું નથી.
 
ચીનની મુલાકાતેથી પરત ફરતા તેમણે મીડિયાને કહ્યું, આ મહાસાગરમાં અમારી પાસે નાના ટાપુઓ છે, પરંતુ અમારી પાસે 9,00,000 ચોરસ કિલોમીટરનો વિશાળ વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર છે. આ મહાસાગરનો સૌથી મોટો ભાગ ધરાવતો દેશ માલદીવ છે. આડકતરી રીતે ભારત પર નિશાન સાધતા રાષ્ટ્રપતિ મુઇજ્જૂએ કહ્યું, આ મહાસાગર કોઈ ચોક્કસ દેશનો નથી. આ (ભારત) મહાસાગર આ ક્ષેત્રમાં સ્થિત તમામ દેશોનો છે. વેબસાઈટના રિપોર્ટમાં  મુઇજ્જૂને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમે કોઈની જાળમાં નથી. આપણે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ.

વધુ વાંચો: 'અમારી સરકારથી અમે નારાજ', ભારત વિરોધી મુઇજ્જૂથી માલદીવની જનતા જ ત્રાહિમામ!

માલદીવે ચીન સાથે મોટા કરાર કર્યા
નવેમ્બરમાં કાર્યભાર સંભાળ્યા બાદ  મુઇજ્જૂની ચીનની આ પ્રથમ મુલાકાત હતી. ચીનની મુલાકાત દરમિયાન  મુઇજ્જૂએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ બંને દેશોએ 20 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ચીનના ટોચના નેતાઓ સાથે  મુઇજ્જૂની વાટાઘાટોના અંતે જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, બંને પક્ષો તેમના મુખ્ય હિતોની સુરક્ષામાં એકબીજાને મજબૂતપણે સમર્થન આપવાનું ચાલુ રાખવા સંમત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ