બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Important order of Gujarat High Court to the government regarding fire safety

BIG NEWS / ગુજરાતમાં ફાયર સેફટીને લઈને હાઈકોર્ટ લાલચોળ, સરકારને આપી દીધો આ મોટો આદેશ, હવે તવાઈ નક્કી

Vishnu

Last Updated: 05:31 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટે સરકારને કહ્યું SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફટી ન હોય તો કડક પગલા લો

  • ફાયર સેફ્ટી અંગે HCમાં સુનાવણી
  • ફાયર સેફ્ટી,BU વગરના એકમો સામે પગલા લેવા આદેશ
  • નિયમો બધા માટે સમાન હોવા જોઈએ

ગુજરાતમાં ફાયર સેફટી વગરના એકમો ધમધમી રહ્યા છે. સુરતમાં તક્ષશીલા અગ્નીકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના સહિત ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ પણ  તંત્રને લાલઆંખ દેખાડી હતી અને કહ્યું હતું કે સોગંધનામાં રજૂ કર્યા બાદ ફાયરસેફ્ટી NOC વગરના એકમો સામે કાર્યવાહી કરવા તંત્રએ કોર્ટને બાહેંધરી આપી હતી. જે બાદ આજે થયેલી સુનાવણીમાં ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે પગલા લેવા HCએ આદેશ આપ્યો છે.

લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થશે: AG
હાઈકોર્ટે સમક્ષ ગુજરાત સરકારનો પક્ષ રાખી રહેલા એડવોકેટ જનરલે BU પરમિશન વગરના એકમો સીલ કરવાના હુકમ મુદ્દે જવાબ આપ્યો હતો અને હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે BU પરમિશન વગરના એકમો સીલ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થશે. જેથી વધુ કડક પગલાં ન લેતા જે એકમોમાં  BU પરમિશન નથી તે એકમોમાં સામે પાણી,વીજ કનેકશન કટ કરવા જેવી કામગીરી ચાલુ છે. પણ જો એકમો બંધ કરવા સુધીના પગલા લેવામાં આવશે તો મોટા પાયે લોકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે.

લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય: HC
રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા  હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાઇ શકે છે. જણાવી દઈએ કે એવી કેટલીય સરકારી ઈમારતો અને સંકુલો છે જ્યાં ફાયર સેફટી નથી. અથવા તો હાઈકોર્ટના કડક વલણ બાદ ફાયર સેફટી લેવાઈ છે.

11 જૂને રજૂ કરેલા  સોગંદનામામાં મોટો ખુલાસો થયો હતો
ગુજરાતમાં ફાયર સેફટીની અમલવારીના વિવાદ બાદ હાઈકોર્ટ સમક્ષ થયેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો હતો. સરકારી કચેરીઓની 40 ટકા ઇમારતોમાં ફાયર NOC નહીં હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર કોર્પોરેશનના ફાયર ઓફિસરે કરેલા સોગંદનામું કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન જેવી કચેરીઓમાં જ ફાયરસેફ્ટી નથી. ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ NOC ન હોવાનુ સામે આવ્યું હતું. 22 સરકારી ઇમારતોમાં જ માન્ય ફાયર NOC પ્રમાણપત્ર છે. જેમાં વિધાનસભા બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલનો સમાવેશ થાય છે.

કઈ બિલ્ડિંગમાં નથી ફાયર સેફ્ટી NOC (11 જૂનના સોગંધનામાં મુજબ)

  • ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી
  • બિરસા મુંડા ભવન
  • નિર્માણ ભવન
  • વસતી ગણતરી ભવન
  • જૂના સચિવાલય બ્લોક 1-18 
  • STC સ્ટાફ તાલીમ કોલેજ 
  • ગુજરાત જળ કાર્યવિભાગ 
  • નવું સચિવાલય બ્લોક 1-7
  • નવું સચિવાલય બ્લોક 8-14
  • પાટનગર યોજના ભવન
  • સર્કિટ હાઉસ
  • વિશ્રામ ગૃહ
  • દાંડી કુટિર
  • GPSC ભવન
  • પોલીસ ભવન
  • કૃષિ ભવન
  • માધ્યમિક શિક્ષણ બોર્ડ

સંકળાયેલા મુદ્દાઓ

BU Permission Gujarat government High court order fire safety gujarat high court ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટ ફાયર સેફટી બિયું પરમીશન હાઈકોર્ટ આદેશ Gujarat High court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ