બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Important news for students of class 10 and 12

BIG NEWS / ધોરણ 10 અને 12 બોર્ડની હોલ ટિકિટને લઈ શિક્ષણ બોર્ડે કરી મહત્વની સ્પષ્ટતા, આચાર્યોને આપ્યો કડક આદેશ

Dinesh

Last Updated: 05:49 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગની સ્પષ્ટતા, હોલ ટિકિટ વગર પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહી, હોલ ટિકિટ જ આધારભૂત દસ્તાવેજ: શિક્ષણ બોર્ડ

  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
  • હોલ ટિકિટ વગર પરીક્ષા આપવા મામલે શિક્ષણ બોર્ડે કરી સ્પષ્ટતા 
  • હોલ ટિકિટ વગર પરીક્ષાખંડમાં નહીં મળે પ્રવેશ


ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. હોલ ટિકિટ વગર પરીક્ષા આપવા મામલે શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે. હોલ ટિકિટ વગર પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં. પરીક્ષા માટે હોલ ટિકિટ જ આધારભૂત દસ્તાવેજ હોવાનું શિક્ષણ બોર્ડ જણાવ્યું છે.

પરીક્ષા માટે હોલ ટિકિટ જ આધારભૂત દસ્તાવેજ: શિક્ષણ બોર્ડ 
ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીની હોલ ટિકિટ મુદ્દે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, હોલ ટિકિટ વિના વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રવેશશે નહી તેમજ હોલ ટિકિટ જ આધારભૂત દસ્તાવેજ હોવાનું જણાવ્યું છે. તેમજ આ બાબતની નોંધ ગંભીરતાપૂર્વક લેવા આચાર્યોને આદેશ કર્યા છે.

ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ દ્વારા એક્શનમાં
આગામી 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા શિક્ષણ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે મુજબ બોર્ડની પરીક્ષામાં ક્લાસરૂમના સીસીટીવી વીડિયોને ત્રણ વખત ચેક કરવામાં આવશે.

ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે.

ચોરી કરનારા વિદ્યાર્થીને મળશે કડક સજા
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને કડક સજા કરવામાં આવશે. ચોરી કરનારો વિદ્યાર્થી 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. ચોરી કરનાર અને કરાવનારા બન્ને વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે. આ સાથે જ બોર્ડ દ્વારા બીજો પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં હથિયાર સાથે પકડાશે તો તે વિદ્યાર્થી આજીવન પરીક્ષા આપી શકશે નહીં. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા નિયમો જાહેર કરાયા

14મી માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જુઓ સમગ્ર કાર્યક્રમ..


ધોરણ 10નું ટાઈમ ટેબલ

14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ