બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 13 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી; 300થી વધુ ફ્લાઈટ પ્રભાવિત, ટ્રેનની સ્પીડ પર પણ અસર

હવામાન / 13 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી; 300થી વધુ ફ્લાઈટ પ્રભાવિત, ટ્રેનની સ્પીડ પર પણ અસર

Last Updated: 07:56 AM, 8 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી પડી રહી છે. ઘણા રાજ્યોમાં પૂર્વીય પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે. સાથે જ પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે.

ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે વરસાદ થવાની પણ સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોની અસરને કારણે વધુ ઠંડી વધવાની શક્યતા છે. તેમજ પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. ઉત્તરપૂર્વ આસામ અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે, જેના પ્રભાવ હેઠળ 8 જાન્યુઆરીએ ઉત્તરપૂર્વીય રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળોએ વરસાદની સાથે કરા પણ પડી શકે છે. પૂર્વીય પવનો સાથેનું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 10-12 જાન્યુઆરી સુધી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરશે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વાદળો છવાયેલા રહેશે અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર વરસાદ પડશે.

આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ

છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ તીવ્ર ઠંડી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ચંદીગઢ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઝારખંડમાં ગાઢ થી અત્યંત ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જ્યાં દૃશ્યતા 50 થી 200 મીટરની વચ્ચે નોંધાઈ. જમ્મુ એરપોર્ટ, પંજાબના પટિયાલા, અમૃતસર, યુપીના આઝમગઢ, લખનૌ, બરેલીમાં ધુમ્મસની વિઝિબિલિટી શૂન્ય રહી.

મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન ચિત્તોડગઢમાં નોંધાયું

દેશના મેદાની વિસ્તારોમાં મંગળવારે પૂર્વી રાજસ્થાનના ચિત્તોડગઢમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 5.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઘણા ભાગોમાં ઠંડી પડી રહી છે, જ્યાં તાપમાન માઈનસમાં છે. હિમાચલ પ્રદેશમાં તાપમાન 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 5-10 ડિગ્રી સેલ્સિયસ, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં 10 થી 15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. છેલ્લા 24 કલાકમાં, યુપી, છત્તીસગઢ, ગુજરાત, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો, જ્યારે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ઘટાડો થયો.

ક્યાં ઘટશે તાપમાન?

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2-4 °C સુધી ઘટવાની શક્યતા છે અને ત્યારબાદ ધીમે ધીમે 2-4 °C નો વધારો થવાની સંભાવના છે, જ્યારે પૂર્વ ભારતમાં તે 2-4 °C સુધી ઘટવાની શક્યતા છે. આવશે. મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ ગુજરાતમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં 8 થી 9 જાન્યુઆરી વચ્ચે શીત લહેર પ્રવર્તશે.

PROMOTIONAL 12

ગાઢ ધુમ્મસની ચેતવણી

યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 10 જાન્યુઆરી સુધી રાત્રિ અને સવારના સમયે ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે, જ્યારે બિહાર, હિમાચલ પ્રદેશમાં 11 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેશે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 8 જાન્યુઆરીએ, ઝારખંડ, ઓડિશામાં 9 જાન્યુઆરી સુધી અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 9-12 જાન્યુઆરી વચ્ચે ગાઢ ધુમ્મસની શક્યતા છે.

કોલ્ડવેવની ચેતવણી

8 જાન્યુઆરીએ પણ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તીવ્ર શીત લહેરની સ્થિતિની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ 8-9 જાન્યુઆરીએ ઠંડા દિવસની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ હિમ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: નજીક પણ નહીં ફરકે HMPV! દવાની જરુર નહીં, ફક્ત આ કામથી ચાલી જશે- એમ્સ પૂર્વ ડિરેક્ટર

જાણો 10 જાન્યુઆરી સુધી દિલ્હીનું હવામાન કેવું રહેશે?

દિલ્હી NCRમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો છે અને મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. રાજધાનીમાં મહત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 થી 11 ડિગ્રી વચ્ચે છે. મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. મંગળવારે દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન ઠંડીની સ્થિતિ રહી હતી. સાંજ અને રાત્રિ દરમિયાન હળવા ધુમ્મસની શક્યતા છે. આગામી 2 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે, પરંતુ 10 જાન્યુઆરીએ હવામાન બદલાઈ શકે છે. આકાશમાં આંશિક વાદળછાયું રહેશે. સવારે મોટાભાગના સ્થળોએ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે.

દિલ્હી એરપોર્ટથી 300થી વધુ ફ્લાઈટ પ્રભાવિત

ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હી એરપોર્ટ પરથી 300 ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન મોડું થયું અને ઉત્તર રેલવેની 25થી વધુ ટ્રેનો પણ મોડી પડી. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે 13 રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Latest Weather Update Weather Forecast India Weather Update Weather Update,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ