Healthy Diet: ઘણી વખત એવું બને છે કે આપણે વારંવાર બીમાર પડવા લાગીએ છીએ. એવામાં પોતાની ડાયેટ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીમારીથી બચવા માટે ડાયેટમાં આ 5 ફેરફાર જરૂર કરો.
ડાયેટમાં જરૂર રાખો આ વાતોનું ધ્યાન
વારંવાર નહીં પડો બીમાર
જાણો હેલ્ધી ડાયેટ વિશે
આપણે જે પણ કંઈ ખાઈએ તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. એવામાં જો તમે યોગ્ય ખોરાક ખાશો તો બીમાર પડવાના ચાન્સ ઘટી જાય છે. પરંતુ જો તમે બીમાર છો તો તમારી ડાયેટમાં ફેરફાર કરીને જલ્દી સાજા થઈ શકો છો.
હલ્કો ખોરાક ખાઓ
જ્યારે પણ આપણે બીમાર પડીએ છીએ તો ભોજનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ભોજન એવું કરવું જોઈએ જે સરળતાથી પચી જાય. જેમ કે ખિચડી, દલિયા, પૌઆ વગેરે.
ખૂબ પાણી પીવો
શરીરમાં પાણીની કમી ન હોય તેના માટે પોતાનો હાઈડ્રેટ રાખવું જરૂરી છે. સૂપ, નારિયેળ પાણી, છાસ, ઈન્ફ્યુસ્ડ વોટર વગેરેનું સેવન કરો જેનાથી પાણીનું સ્તર જળવાઈ રહે.
પ્રોબાયોટિકસ લો
દવાઓના સાઈડ ઈફેક્ટ્સને સંતુલિત કરવા માટે પ્રોબાયોટિક્સનું સેવન કરવું જોઈએ. તેમાં હળદર, છાશ વગેરે લો.
અનહેલ્ધી ડાયેટ ન લો
બીમાર થવા પર તળેલું, મસાલેદાર અને હેલી ભોજન ન કરવું જોઈએ. કારણ કે તે પાચન પર અસર કરી શકે છે.
ભરપૂર પ્રોટીન લો
જ્યારે બીમાર થાવ છો તો પ્રયત્ન કરો કે તમે ભોજનમાં પ્રોટીનથી ભરપુર ફૂડ્સ જેવા કે દાળ, બાજરી, બીન્સ, ક્વિનોઆ વગેરે શામેલ કરો.
સ્ટીમ લો
જો ચેસ્ટ અને ગળામાં શરદી-ખાંસીના કારણે કફ જમા થઈ ગયો છે તો તેને બગાર કરવા માટે નાસ લો. અજમો અને લવિંગ પાણીમાં નાખીને નાસ લેવાથી વધારે આરામ મળે છે.