બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If you too are suffering from excessive hair loss, don't worry, try this home remedy today

તમારા કામનું / શું તમારા પણ વાળ વધુ ખરે છે તો ચિંતા ન કરતાં, આજે જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

Megha

Last Updated: 04:55 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા કઈ રહ્યા છીએ.

  • વાળ તૂટી રહ્યા હોય તો એ ચિંતાનો વિષય છે
  • વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઉપાય અપનાવો 
  • લીમડાના પાનના ફાયદા 

કોઈ પણ વ્યક્તિની સુંદરતા વધારવાનું કામ તેના વાળ કરે છે. લાંબા અને ઘટ્ટ વાળમાં કોઈ પણ હેરસ્ટાઇલ શક્ય છે પણ વાળ ઓછા હોય અને લગાતાર તૂટી રહ્યા હોય તો એ ચિંતાનો વિષય છે. જોકે આ સમસ્યા સામાન્ય રીતે દરેક લોકોમાં જોવા મળે છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો અનેક પ્રકારની સારવાર અને ઘરેલું ઉપચાર અપનાવે છે.  જે કે તમને જણાવી દઈએ કે દિવસમાં 50 થી 70 વખત ખરતા હોય તો એ સામાન્ય વાત છે. તેને લઈને ચિંતા ન કરવી જોઈએ પણ જો આના કરતા વધારે વાળ ખરતા હોય તો એક ચિંતાનો વિષય છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા કઈ રહ્યા છીએ. 

ખરતા વાળને કેવી રીતે અટકાવવા 
આપણે બધા લોકો ઘરમાં હંમેશા મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. લીમડાના પાન ખાવામાં સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદેમંદ છે. આ સાથે જ આ લીમડાના પાનનો ઉપયોગ વાળ ખરતા અટકવવામાં પણ ઘણા ઉપયોગી છે. 

લીમડાના પાનના ફાયદા 
-લીમડાના પાનમાં ભરપૂર માત્રામાં એન્ટિઓસીડન્ટ મળી રહે છે જે વાળણઆ સ્કેલ્પને મોઈશ્ચોરાઇઝ રાખવાનું કામ કરે છે અને વાળને વધારવાનાતે જરૂરી પ્રોટીન પણ પૂરું પાડે છે. 
-લીમડાના પાનનું તેલ બનાવીને વાળમાં સારી રીતે માલિશ કરવાથી તેનું પરિણામ સકારાત્મક આવે છે અને થોડા દિવસોમાં તમારા વાળ ખરવાનું બંધ થઈ જાય છે.

લીમડાના પાનનું તેલ કેવી રીતે બનાવવું
લીમડાના પાનનું તેલ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં નારિયેળ તેલ લઈને તેને ગરમ કરો. એ પછી તેમાં લીમડાના પાન ઉમેરો અને જ્યાં સુધી તે કિનારેથી બળી ન જાય ત્યાં સુધી તેને ગરમ કરો.  હવે તેને ઠંડુ થવા માટે છોડી દો. જ્યારે આ તેલ નવશેકું ગરમ હોય​ત્યારે તેનાથી તમારા માથાની ચામડીની મસાજ કરો અને તેને આખી રાત છોડી દો. સવારે ઉઠીને હળવા શેમ્પૂથી માથું ધોઈ લો. આ તેલનો અઠવાડિયા બે વખત ઉપયોગ કરવો જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Curry Leaves Hair Loss Home Remedies control hair fall લીમડાના પાન વાળ ખરવાની સમસ્યા Hair Loss Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ