બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / અમદાવાદ / If you pollute in public in Ahmedabad, the shop will be locked! Gotani tiles-plywood show-rum seal

પ્લાસ્ટિક સામે ઝુંબેશ / અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરી તો દુકાનને લાગશે ખંભાતી તાળું! ગોતાની ટાઇલ્સ-પ્લાયવૂડનો શૉ-રૂમ સીલ, પાવતી પણ ફાટી

Vishal Khamar

Last Updated: 07:07 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનાં વપરાશ, વેચાણ, સંગ્રહ તેમજ ગંદકી ફેલાવતા એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડાત્મક કાર્યવાહિ કરી દુકાનને તંત્ર દ્વારા સીલ મરાયું છે.

  • ગોતાની ટાઇલ્સ-પ્લાયવૂડની દુકાનને તંત્ર દ્વારા ‘સીલ’ મરાયું
  • જાહેરમાં ગંદકી કરવા બદલ એએમસીની કડક કાર્યવાહિ
  • પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. પર,૭૦૦નો દંડ વસૂલ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરાં પગલાં ભરી રહ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ કાલે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં સત્તાવાળાઓએ ટાઈલ્સ-પ્લાયવુડની એક દુકાનને તાળાં મારતાં જાહેરમાં ગંદકી કરતા એકમોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ગંદકી-ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમોનું રોજેરોજ સઘન ચેકિંગ હાથ ધરાયું
ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઝોનના તમામ વોર્ડમાં આવેલા જાહેર રોડ પર ગંદકી-ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમોનું રોજેરોજ સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જે દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતા એકમો વિરુદ્ધ જીપીએમસી એક્ટ   અને પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગંદકી ફેલાવવાના મામલે કસૂરવાર ઠરાવી તેમની દુકાનને  તાળાં માર્યાં
ગઈ કાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગોતા વોર્ડના સ્મશાન રોડ પર આવેલી જય સ્વામિનારાયણ સેનેટરી ટાઈલ્સ અને પ્લાયવુડ નામની દુકાનના સંચાલકને જાહેર રોડ પર ગંદકી ફેલાવવાના મામલે કસૂરવાર ઠરાવી તેમની દુકાનને  તાળાં માર્યાં હતાં. 

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સત્તાવાળાઓએ રૂ. પર,૭૦૦નો દંડ વસૂલ્યો
તંત્ર દ્વારા શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કીટલી વગેરે ધંધાર્થીઓ સામે પેપરકપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના સંદર્ભમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું હોઈ આ તમામ બાબતો માટે કુલ ૭૪ જેટલા એકમો તપાસવામાં આવ્યા હતા, જે દરમિયાન આ પ્રકારના કૃત્ય બદલ ૩૭ એકમને તંત્રે નોટિસ ફટકારી હતી તેમજ સાડા દસ કિલો   પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સત્તાવાળાઓએ રૂ. પર,૭૦૦નો દંડ વસૂલ્યો હતો.

સત્તાવાળાઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે લાલ આંખ કરી હોઈ તાજેતરમાં શહેરમાં સંપન્ન થયેલી ૧૪૬મી ઐતિહાસિક રથયાત્રા બાદ તેના રૂટ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કચરો પ્રમાણમાં ઓછો જોવા મળ્યો હતો, જે તંત્રની ધાક દર્શાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ