બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જીમમાં ગયા વગર ફટાફટ ઘટશે વજન, બસ ડિનર લેવામાં રાખો આ વાતોનું ધ્યાન
Last Updated: 07:12 PM, 18 February 2025
જો તમે પણ વજન ઉતારવા અને સ્વાસ્થ્ય સારું રાખવા પ્રયત્નો કરી રહ્યા છો, તો તમે સાંભળ્યું હશે કે રાતનું ભોજન આખા દિવસના ભોજનની સરખામણીમાં હળવું લેવું જોઈએ. મોટાભાગના લોકો રાતના 9:00 વાગે અથવા તેનાથી પણ મોડું જમતા હોય છે. મોડી રાત્રે ભૂખ લાગવી એ સામન્ય વાત છે પણ શું રાત્રે ઓછું ખાવાથી ફાયદાઓ થાય છે? વિજ્ઞાન પણ એ વાતની સાબિતી આપે છે કે સવારે અને બપોરે ભારે ખોરાક અને રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
ADVERTISEMENT
ભૂખ લાગવાનું કારણ શું?
નિષ્ણાંતોનાં કહેવા મુજબ આપણા શરીરમાં બે એવા હોર્મોન હોય છે જે આપણી ભૂખ વધારે છે અને નિયંત્રિત કરે છે. ભૂખ લાગવી અને વજન વધવા પાછળ મુખ્ય બે હોર્મોન્સ હોય છે. લેપ્ટિન હોર્મોન
ADVERTISEMENT
અને ધ્રેલીન હોર્મોન. લેપ્ટિન શરીરના ચરબી કોષો દ્વારા ઉત્પન થાય છે અને મગજને સંકેત આપે છે કે શરીરને ભોજનની જરૂર છે. જ્યારે ધ્રેલીન ભૂખ વધારવાનું હોર્મોન છે, જે પેટમાં બને છે અને આપણા
મગજને વધારે ખાવાનો સંદેશ આપે છે. આપણે ખોરાક લઈએ છીએ તેના પહેલા ધ્રેલીનનું સ્તર વધી જાય છે અને જમ્યા પછી ઓછું થઈ જાય છે. જેના કારણે દર 4 કલાકે આપણને ભૂખ લાગવી એ નોર્મલ છે. સવારના સમયે ધ્રેલીનનું સ્તર સૌથી વધારે હોય છે, કારણ કે આપણું શરીર આખી રાત ખાધા વગર ઉપવાસ જેવી હાલતમાં હોય છે.
બપોરનું ભોજન પોષણ યુક્ત લેવું
ઘણા સંશોધન મૂજબ, જેમનું કેલરીનું સેવન સવારે અને બપોરે વધારે હોય છે, તેઓ વધારે પ્રમાણમાં વજન ઓછું કરી શકે છે. જેનાથી ગ્લુકોઝ, ઇન્સ્યુલિન અને ધ્રેલીનના સ્તરમાં સુધારો થાય છે. જેના કારણે જ ભૂખ નિયંત્રિત રહે છે અને રાત્રે વધારે મોડે સુધી ભૂખ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે. જો તમને સવારે ભૂખ નથી લાગતી તો તમારું બપોરનું ભોજન પોષણ યુક્ત લેવું જોઈએ. જેમાં બધા જ અનાજ, ફળો, લીલા શાકભાજી તથા સ્ટાર્ચ અને પ્રોટીન યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જેથી સાંજે બહારનો અનહેલ્ધી નાસ્તો કરવાથી પણ બચી શકાય છે.
આયુર્વેદ મુજબ ભોજન ક્યારે લેવું?
આયુર્વેદ અને પંચકર્મના નિષ્ણાંતોની સલાહ મુજબ રાત્રે હળવો અને પૌષ્ટીક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડાવા માટે સૌથી સારો રસ્તો એ છે કે આપણા આહારમાં પ્રોટીનની માત્રા વધારવામાં આવે. પ્રોટીનથી ભરપૂર અને ફાયબરથી ભરપૂર શાકભાજી ખાવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. તેનાથી ઈન્સ્યુલિન લેવલ પણ સ્થિર રહે છે. બીજી તરફ વધારે ફેટ અને કાર્બોહાયડ્રેટ વાળો ખોરાક શરીરમાં સર્કરા અને ઇન્સ્યુલિનના સ્તરને અસંતુલિત કરી શકે છે. તેના કારણે રાત્રે ભૂખ વધારે લાગી શકે છે. જો તમે વજન ઓછો કરવા માંગો છો તો ધ્યાન રાખો કે તમારા રાતના ભોજન અને બીજા દિવસના નાસ્તાની વચ્ચે ઓછામાં ઓછું 12 કલાકનું અંતર રહે. આ સિવાય પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. પૂરતી ઊંઘ ન લેવાથી શરીરમાં લેપ્ટિન અને ઇન્સ્યુલિનનું સંતુલન બગડી શકે છે, જેનાથી વજન વધવાના ચાન્સ વધી શકે છે.
વધૂ વાંચો : હવે ખબર પડી જશે કે તમારા બાળકને ડાયાબિટીસ છે કે નહીં? ન્યૂ રિસર્ચમાં ખુલાસો
આ બીમારીઓમાં મળે છે રાહત
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રાત્રે હળવું અને હેલ્ધી ભોજન લેવાથી વજન તો કંટ્રોલમાં રહે જ છે તેની સાથે હ્રદયની બીમારીઓ, ડાયાબિટીસ અને અન્ય બીમારીઓ પણ ઓછી થાય છે. એટલે જ રાત્રે ભૂખ લાગે તો શરીર માટે હેલ્ધી વિકલ્પ પસંદ કરવો અને શરીરને માફક હોય એ રીતનું ભોજન લેવું.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.