બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભાડુઆત ઘર ખાલી કરવાની ના પાડે છે, તો ટેન્શન છોડો, તમારી પાસે છે આ સુપરપાવર
Last Updated: 12:54 PM, 5 February 2025
શહેરોમાં અનેક લોકો ભાડે મકાન આપતા હોય છે. જેમાં અમુક કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે, ભાડુઆતે ખોટી જાણકારી આપીને મકાન લીધું હોય અને પછી ભાડું પણ ન આપે તથા ઘર ખાલી કરવાની પણ આનાકાની કરે. જો તમે પણ આવા મકાનના માલિક હોય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ નહીં તો તમારી અમુક ભૂલ તમને ભારે પડી શકે છે. આવો જાણીએ તે નિયમો વિશે જેનું પાલન કરીને તમારા ઘરને સુરક્ષિત રાખી શકો છો.
ADVERTISEMENT
જો તમે મકાનમાલિક છો અને તમારું ઘર ભાડે આપવા જઈ રહ્યા હોવ તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જેમાં સૌ પહેલા કોઈપણ વ્યક્તિને ભાડે મકાન આપતા પહેલા તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો. એના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને ભાડુઆત વિશે માહિતી આપવી જરૂરી છે. એનાથી ખાતરી થઈ શકે છે કે ભાડુઆતનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આ સિવાય મકાનમાલિકે એ પણ જાણવું જોઈએ કે તેના અધિકારો શું છે જેથી તે કાયદેસર રીતે સુરક્ષિત રહી શકે. જો કોઈ ભાડુઆત ખોટી માહિતી આપીને ઘર લે છે તો મકાનમાલિક તેને ઘરમાંથી કાઢી મૂકી શકે છે. આવા કિસ્સાઓમાં મકાનમાલિક કલમ 318 BNS હેઠળ કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. આ કલમ છેતરપિંડી સાથે સંબંધિત છે અને તેમાં ખોટી માહિતી આપવી, નકલી દસ્તાવેજો બનાવવા અથવા ખોટી ઓળખ આપવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાડા પર ઘર આપતા પહેલા ભાડા કરાર કરવો ખૂબ જ જરૂરી છે. ભાડા કરારમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે જો ભાડુઆત કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો તેને તાત્કાલિક ઘર ખાલી કરવું પડશે. આ સિવાય મકાનમાલિકે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભાડા કરારમાં ભાડાની ચુકવણીની તારીખ, વીજળી અને પાણીના બિલની ચુકવણી અને ઘરની જાળવણી સંબંધિત શરતોનો સ્પષ્ટ ઉલ્લેખ હોય. જો ભાડૂઆત આ શરતોનું પાલન ન કરે તો મકાનમાલિક તેને ઘરમાંથી નીકાળી શકે છે. મકાનમાલિકે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભાડુઆત સમયસર ભાડું ચૂકવે અને ઘરની યોગ્ય કાળજી રાખે. જો કોઈ ભાડુઆત લાંબા સમય સુધી ભાડું ચૂકવતો ન હોય કે પછી ઘરમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો મકાનમાલિક તેને કાનૂની નોટિસ આપીને નીકાળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મકાનમાલિકે ભાડા કરારને મજબૂત બનાવવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. અમુક વખત ભાડૂઆતો ઘર ખાલી કરવાનો ઇનકાર કરે અથવા જાણી જોઈને ભાડું ન ચૂકવે તો મકાનમાલિકને આર્થિક નુકસાન થાય છે. આવી સ્થિતિથી બચવા માટે ઘર ખાલી કરવા માટેની શરતો ભાડા કરારમાં પહેલેથી જ લખેલી હોવી જરૂરી છે. જો ભાડૂઆત આ નિયમોનું પાલન ન કરે તો મકાનમાલિક તેને કાનૂની નોટિસ મોકલી શકે છે અને જો જરૂરી હોય તો કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકે છે. આમ ઘરમાલિકે પોતાના અધિકારોથી વાકેફ હોવું જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.