બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / If a thief jumps on the moon, he jumps up to 40 feet, the moon makes people crazy

રહસ્યનો ચંદ્ર / ચોર ચંદ્ર પર કૂદકો મારે તો 40 ફૂટ ઉપર ઉછળે, ચંદ્રને કારણે લોકો થાય છે પાગલ, મૂનની ગજબની વાતો

Hiralal

Last Updated: 02:40 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઈતિહાસ રચવાની તૈયારીમાં છે ત્યારે આવો જાણીએ ચંદ્રની કેટલીક અજાણી વાતો, જે કોઈને પણ અચંબિત કરી મૂકે તેવી છે.

  • ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઈતિહાસ રચવાની તૈયારીમાં
  • ચંદ્ર પર વાતાવરણ નથી
  • ચંદ્રયાન લેન્ડીંગની વચ્ચે ચંદ્રની અજાણી વાતો 

ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરીને ઈતિહાસ રચવાનું છે. ચંદ્ર મૂળ પૃથ્વીમાંથી છૂટો પડેલો ઉપગ્રહ છે, તે પૃથ્વીનો જ કુદરતી ઉપગ્રહ છે જે 29 દિવસમાં પૃથ્વી ફરતે એક ચક્કર પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં પૃથ્વીના પોતાના આ ઉપગ્રહ વિશે જાણવું ખૂબ જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. 

ચંદ્ર પર કેમ વધારે વાગે છે જંપ
ચંદ્ર પર પૃથ્વી કરતાં ઓછી ગ્રેવિટી લાગે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ચોર ચોરી કરીને ભાગી જવામાં જંપ મારે તો તે સીધો 40 ફૂટ ઉપર ઉછળે છે. તેવી રીતે બોલીવોલને એક સામાન્ય કિક મારવાથી પણ તે ખૂબ અધ્ધર જઈને ઉપર ફરવા લાગે છે. આ બધું ચંદ્રની ઝીરો લેસ ગ્રેવિટીને કારણે થાય છે. 

ચંદ્રને કારણે પાગલ થવા વચ્ચે શું કનેક્શન
ચંદ્ર પર પૃથ્વીની ફરતે 29 દિવસમાં એક ચક્કર પૂરુ કરે છે, ચંદ્ર પર આવેલા તોફાનની સીધી અસર પૃથ્વી પર પડે છે. ચંદ્રને લુનર પણ કહેવાય છે અને લૂનર પરથી લુનેટિક શબ્દ આવ્યો. લુનેટિકનો અર્થ પાગલ પણ થાય છે. ચંદ્ર પર આવતા તોફાનને કારણે એક નિશ્ચિત દિવસે અમુક લોકો પાગલો જેવી હરકતો કરે છે.

ચંદ્ર પર ઓછા વજનનો કેમ અનુભવ થાય છે 
પૃથ્વી કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ ઓછું છે. જો પૃથ્વી પર કોઈ વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ હોય તો એ વ્યક્તિનું વજન ચંદ્ર પર 13.3 કિલોગ્રામ હશે. આવું ચંદ્રના ઓછા ગુરુત્વાકર્ષણબળને કારણે થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણબળ ચંદ્ર કરતાં છ ગણું શક્તિશાળી છે. આના કારણે આપણને ચંદ્ર પર ઓછા વજનનો અનુભવ થાય છે.

કેવી રીતે રચાયો ચંદ્ર 
450 મિલિયન વર્ષ પૂર્વે સૌરમંડળના નિર્માણ સમયે મંગળના આકારનો પદાર્થ પૃથ્વી સાથે અથડાયો હતો. વૈજ્ઞાનિકોના મતે આ અથડામણને કારણે ધૂળનાં વાદળોનું નિર્માણ થયું અને પૃથ્વીની આસપાસ આ પથ્થર, ધૂળ અને અન્ય તત્ત્વો એકઠાં થયાં અને આવી રીતે ચંદ્રનું નિર્માણ થયું.

ચંદ્ર ન હોત તો શું થાત 

  • જો ચંદ્ર ન હોત તો પૃથ્વી પરના સમુદ્રની હલચલમાં બદલાવ જોવા મળ્યો હોત
  • ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળને કારણે પૃથ્વી પોતાની ધરી પર ટકી રહે છે.
  • જો ચંદ્ર જ ન હોત તો ધરતીની ધરી અને તેની પૃથ્વીના ભ્રમણમાં પણ ફેરફાર જોવા મળ્યો હોત.
  • આવી સ્થિતિને કારણે વાતાવરણમાં ઘણા ફેરફારો શક્ય બન્યા હોત.
  • આ સિવાય સમુદ્રની લહેરોની પૅટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો હોત.
  • ઉપરાંત દિવસની લંબાઈ પણ બદલાઈ હોત. ચંદ્ર વગર પૃથ્વી પર ક્લાઇમેટ અને ગ્લોબલ વૉર્મિંગના ફેરફારોની નોંધપાત્ર અસરો દેખાવાની શક્યતા હોત.

ચંદ્ર અને પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે?

  • ગણતરી પ્રમાણે ચંદ્ર પૃથ્વીથી 3,84,400 કિમી દૂર આવેલું છે.
  • તાજેતરના અભ્યાસથી ખબર પડી છે કે 320 કરોડ વર્ષ અગાઉ ચંદ્ર પૃથ્વી કરતાં 2.70 લાખ કિમી દૂર હતું.
  • એ વખતે પૃથ્વી પર દિવસ પણ નાના હતા, કારણ કે પૃથ્વીની ધરીભ્રમણની ગતિ વધુ હતી.

ચંદ્ર કેવી રીતે ચળકે છે?

  • પૂર્ણિમાના દિવસે ચંદ્ર ખૂબ ચળકાટ મારે છે. પરંતુ એ ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી. એ ખરેખર તો સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.
  • સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે અને ચંદ્રની સપાટી પરથી આ પ્રકાશ પ્રતિબિંબિત થતાં આપણને ચંદ્ર ચળકાટ મારતો દેખાય છે.
  • પૃથ્વી પરથી ચંદ્ર ચળકતો દેખાય છે. તે મોટા ભાગે શ્વેત દેખાય છે.
  • પરંતુ ખરેખર તેનો રંગ સફેદ નથી.
  • જો તમે તેનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો ખબર પડશે કે એ ઘેરા ભૂરા રંગનો છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ