બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરના MLA રમણ વોરા પર તંત્રની ગાજ, પરિવાર સહિત હાજર રહેવા ફરમાન, જાણો વિવાદ

એક્શન / ઈડરના MLA રમણ વોરા પર તંત્રની ગાજ, પરિવાર સહિત હાજર રહેવા ફરમાન, જાણો વિવાદ

Last Updated: 11:54 AM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડરના ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી જમીન વિવાદને લઈ ચર્ચામાં છે. ઈડર મામલતદારે ધારાસભ્યને નોટિસ ફટકારી ખુલાસો માંગતા રાજકારણમાં સનસનાટી મચી જવા પામી હતી.

ખોટા ખેડૂત ખાતેદારના કેસમાં ઈડરના ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધી છે. ઈડરના મામલતદારે ધારાસભ્ય રમણ વોરાને નોટિસ ફટકારી છે. તેમજ મામલતદારે ધારાસભ્યને પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે. 11 સપ્ટેમ્બરે ધારાસભ્ય રમણ વોરાને પરિવાર સહિત હાજર રહેવા ફરમાન કર્યું છે. ખોટા ખેડૂત ખાતેદાર બની જમીન ખરીદીનો વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજોથી ઈડરના દાવડ નજીક જમીનો ખરીદી હતી. રમણ વોરાએ પોતાના પિતાના ભળતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવ્યો હતો. દાખલાના આધારે ધારાસભ્યએ ગાંધીનગર નજીક પાલેજમાં ખેતીની જમીનો ખરીદી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ઈડરના ભાજપના ધારાસભ્ય સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી

બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં ઈડર ભાજપના ધારાસભ્ય સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય રમણ વોરાને તંત્રએ 3 નોટિસ આપીને જમીન ખરીદીમાં ખુલાસો માંગશે. ગેજેટ નંબર 2815 મુજબ અને 63AD અંતર્ગત કાર્યવાહી કરાશે. રમણ વોરા કરતૂત સ્વીકારશે તો મૂળ ખેડૂતને જમીન પરત કરવામાં આવશે. ધારાસભ્ય ખોટા સાબિત થતાં જંત્રીના ભાવે 3 ગણો દંડ વસૂલાશે. ગાંધીનગર અને ઈડર મામલતદાર અને કૃષિપંચ તરફથી રમણ વોરા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.

અરજદાર દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરી રજૂઆત કરી

થોડા સમય પહેલા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બની બેઠેલા ધારાસભ્ય રમણ વોરાએ તેઓના મત વિસ્તાર ઈડરના દાવડ ગામમાં ખેતીની જમીન ખરીદી હતી. ખેતીની જમીનનાં પુરાવા ન આપતા અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. અરજદાર દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી રજૂઆત કરી છે. તેમજ ખોટા ખાતેદાર બનેલા ધારાસભ્ય રમણ વોરા સામે કાર્યવાહીની માંગ કરી છે.

જમીન એનએ કરાવ્યા બાદ ફરી ભાજપ નેતાના પુત્રના નામે ખરીદી

ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખેડૂત તરીકેનું ખોટું દાખલો મેળવીને જમીન હસ્તગત કરવાના ગંભીર આરોપો હેઠળ આવ્યા છે. પિતાના નામ સાથે પોતાનું નામ ભેળવી ખેડૂત ખરાઈનો જથ્થો મેળવવામાં આવ્યો હતો. જેમાં વોરા અટકનો ઉલ્લેખ ન હોવા છતાં ખરાઈનો દાખલો મેળવી લેવાયો છે. આ આધારે ગાંધીનગર નજીક પાલેજ વિસ્તારમાં ખેતીલાયક જમીન ખરીદવામાં આવી હતી. બાદમાં આ જમીન પોતાના નજીકના વ્યક્તિને વેચીને, તેને એનએ (નૉન-એગ્રીકલ્ચરલ) તરીકે જાહેર કરાવી હતી. જે બાદ જમીન એનએ કરી વોરાના પુત્રોના નામે ફરીથી મેળવી લેવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયાની પાછળ જમીનની આજની બજાર કિંમત કરોડોમાં હોવાનું જણાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ, હવે શું થશે?

અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

દાવડ ગામની સીમમાં થયેલા વિવાદને લઈ અરજદારે ગંભીર આક્ષેપો કર્યા છે કે ધારાસભ્ય રમણ વોરાએ ખોટા ખેડૂત ગણાવીને 8 હેક્ટર ખેતીલાયક જમીન ખરીદી છે. તેમણે દાવો કર્યો છે કે ધારાસભ્ય બિનખેડૂત હોવા છતાં ખોટા દસ્તાવેજો અને સરકારી તંત્ર પર રાજકીય દબાણના આધારે જમીનો મેળવી છે. ઈડર નાયબ કલેક્ટર અને મામલતદારથી અનેકવાર માહિતી માંગવા છતાં ખેડૂત ખાતેદાર સંબંધિત વિગતો આપવામાં આવતી નથી. આ મુદ્દે ન્યાય ન મળતાં અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, સંવેદનશીલ મામલામાં તાત્કાલિક પગલાં લેવાઈ ધારાસભ્ય સામે ગણોતધારા હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તથા સમગ્ર ખેતીલાયક જમીન સરકાર હસ્તક લેવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MLA Raman Vora Idar bjp mla Idar MLA Raman Vora
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ