બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ICC ODI World Cup 2023: Pakistani players did not get visa for India, had to take this decision
Megha
Last Updated: 12:17 PM, 23 September 2023
ADVERTISEMENT
ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર શરૂ થઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાશે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ હવે ભારત આવતા પહેલા જ પાકિસ્તાની ટીમ માટે મોટું સંકટ ઉભું થયું છે.
🚨Pakistan cancel their pre-World Cup team-bonding trip to Dubai as the team was still awaiting visas to travel to India as on Friday (yesterday)
— ESPNcricinfo (@ESPNcricinfo) September 23, 2023
👉 https://t.co/e3yjj1Cw2P | #CWC23 pic.twitter.com/cx1r4jjKJY
ADVERTISEMENT
પાકિસ્તાન ટીમને ભારત આવવા માટેના વિઝા નથી મળ્યા
વાત એમ છે કે પાકિસ્તાનની ટીમને હજુ સુધી વિઝા મળ્યા નથી. જેના કારણે તેણે વર્લ્ડ કપની તૈયારીની યોજના બદલવી પડી હતી. મળતી માહિતી મુજબ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે આયોજન કર્યું હતું કે પાકિસ્તાનના ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલાના કેમ્પ માટે દુબઈ જશે, ત્યાં થોડા દિવસ વિતાવીને તેઓ બધા ભારતના હૈદરાબાદ જવા માટે ફ્લાઇટમાં સવાર થશે. પરંતુ હજુ સુધી પાકિસ્તાન ટીમને ભારત આવવા માટેના વિઝાને લીલી ઝંડી આપવામાં આવી નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક સપ્તાહ પહેલા વિઝા માટે અરજી કરી હતી પરંતુ હજુ સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ થોડા દિવસ દુબઈ રોકાઈને ભારત આવવાની હતી
એક અહેવાલ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ ટીમે દુબઈ થઈને વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ માટે હૈદરાબાદ પહોંચવાની યોજના બનાવી હતી. ટીમને થોડા દિવસ દુબઈમાં રોકાવાની હતી. જે બાદ તેને હૈદરાબાદમાં યોજાનારી પ્રેક્ટિસ મેચ માટે ભારત આવવાનું હતું. નોંધનીય છે કે હૈદરાબાદમાં 29 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડનો સામનો કરવાનો છે. બીજી પ્રેક્ટિસ આ જ મેદાન પર 3 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમાવાની છે. ઓડીઆઈ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાન તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે કરશે.
Among 9 teams Pakistan is the only team who are yet to get the visa to travel india
— cric_mawa (@cric_mawa_twts) September 23, 2023
Due to this they had to cancel the Dubai trip which was planned earlier [ESPNcricinfo] pic.twitter.com/fvGkZ0F6CJ
હવે શું કરશે પાકિસ્તાની ક્રિકેટ ટીમ?
અહેવાલ અનુસાર પાકિસ્તાની ક્રિકેટ ટીમ લાહોરમાં રોકાશે અને 27 સપ્ટેમ્બરે દુબઈ જશે. જ્યાંથી તે 29 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ માટે હૈદરાબાદ (ભારત) આવશે. પાકિસ્તાની મેનેજમેન્ટનું માનવું છે કે ટીમને સમય મર્યાદામાં વિઝા મળી જશે.
માત્ર પાકિસ્તાનને વિઝા મળ્યા નથી
ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. 9 વિદેશી ટીમોમાંથી માત્ર પાકિસ્તાનને હજુ સુધી વિઝા મળ્યા નથી. હવે પાકિસ્તાન ટીમના વિઝામાં વિલંબથી તેમની તૈયારી પર પણ અસર પડી શકે છે. છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડ કપ રમવા માટે જ વર્ષ 2016માં ભારત આવી હતી.
10 સ્થળો, 48 મેચ, 45 દિવસ
વર્લ્ડ કપ 2023 માટે આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.પહેલી સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19 નવેમ્બરે યોજાશે જ્યારે 20 નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
ટીમમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે
ભારત સહિત અન્ય તમામ 10 દેશોની ટીમોમાં હજુ ફેરફારનો અવકાશ છે. જો કોઈ દેશ તેની જાહેર કરાયેલી ટીમમાં ફેરફાર કરવા માંગે છે, તો તે ICCની પરવાનગી વિના 28 સપ્ટેમ્બર સુધી ફેરફાર કરી શકે છે. પરંતુ 28 સપ્ટેમ્બર સુધીમાં તેણે અંતિમ 15 સભ્યોની ટીમ જણાવવી પડશે. આ પછી ICCની મંજૂરી પછી જ ફેરફારો કરી શકાય છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે
આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે ભારત એકલા જ વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમનું શેડ્યૂલ
- 8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે રમાશે મેચ, ચેન્નાઈ
- 11 ઑક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમાશે મેચ, દિલ્હી
- 14 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમાશે મેચ, અમદાવાદ
- 19 ઑક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાશે મેચ, પુણે
- 22 ઑક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાશે મેચ, ધર્મશાલા
- 29 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમાશે મેચ, લખનઉ
- 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમાશે મેચ, મુંબઈ
- 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમાશે મેચ, કોલકાતા
- 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે રમાશે મેચ, બેંગલુરુ
વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.