બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 09:26 PM, 2 April 2020
ADVERTISEMENT
હવે ભારતીય બેંક્સ એસોસિએશન (IBA) એ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે 3 માર્ચથી મહિલાઓના જન ધન ખાતામાં દર મહિને 500 રૂપિયા નાખવાનું શરૂ કરવામાં આવે. આ મહિને આ રકમ 3 એપ્રિલથી 9 એપ્રિલની વચ્ચે મહિલા ખાતામાં જમા કરવામાં આવશે.
તમામ ખાતાઓમાં પ્રથમ હપ્તો 9 એપ્રિલ સુધીમાં આવશે
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના આદેશ મુજબ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મહિલાઓના જન ધન ખાતામાં દર મહિને 500 રૂપિયાની રકમ ત્રણ મહિના માટે આપવામાં આવશે. તેમના ખાતાના નંબરના છેલ્લા અંક મુજબ જુદા જુદા દિવસોમાં ખાતાધારકોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે, જેથી કોઈ ગરબડ ન થાય.
નિયમ મુજબ
- જેના જન ધન એકાઉન્ટ્સના અંતિમ ડિજીટ 0 અથવા 1 છે, આવતીકાલે 3 એપ્રિલે તેમના ખાતામાં પૈસા નાંખવામાં આવશે
- જેના જન ધન ખાતાઓના અંતિમ અંક 2 અથવા 3 છે 4 એપ્રિલે ખાતામાં જમા થશે
- જેના જન ધન ખાતાના અંતિમ અંક 4 અથવા 5 છે તે 7 એપ્રિલે ખાતામાં જમા થશે
- જેના જન ધન ખાતાના અંતિમ અંક 6 અથવા 7 છે તે 8 મી એપ્રિલે ખાતામાં જમા થશે
- જેના જન ધન ખાતનો છેલ્લો અંક 8 અથવા 9 છે તે 9 એપ્રિલે ખાતામાં જમા થશે
20 કરોડ મહિલાઓને થશે ફાયદો
નોંધપાત્ર વાત એ છે કે દેશમાં લોકડાઉન બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે ગરીબ મહિલાઓના જનધન ખાતાઓમાં દર મહિને 500 રૂપિયા ઉમેરવામાં આવશે. કુલ જન ધન ખાતાઓમાં 53 ટકા મહિલાઓના નામે છે. આ રીતે, લગભગ 20 કરોડ મહિલાઓને સીધો લાભ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.