બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / IAS અધિકારીની પત્નીના આપઘાત કેસમાં નવો વળાંક, સામે આવ્યું ગેંગસ્ટર કનેક્શન!
Last Updated: 03:31 PM, 22 July 2024
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક IAS અધિકારીની પત્નિએ પોતાનાં ઘરની સામે જ ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન રવિવારે મોત નિપજ્યું હતું. આ મહિલાનું પિયર તમિલનાડુંમાં છે અને મળતી માહિતી મુજબ તે એક ગેંગસ્ટર સાથે ભાગી ગઈ હતી. તેમજ ત્યાં એક બાળકનાં અપહરણ મામલે પણ તેઓની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
IAS રણજીતકુમાર ગુજરાત વીજ નિયમન પંચનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેમજ 45 વર્ષીય તેમની પત્નિ સૂર્યા જે સાથે છેલ્લા ઘણા મહિનાથી ખટરાગ ચાલી રહ્યો હતો. તેઓએ તેમનાં કર્મચારીઓને સૂચના આપી હતી કે, સૂર્યાને તેમનાં ઘરમાં જવા દેવામાં ન આવે. ત્યારે શનિવારે સવારે સૂર્યા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેમને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. સૂર્યાએ અંદર જવા માટે ઘણી વિનંતી કરી પરંતું કંઈ જ ઉકેલ ન આવતે સૂર્યાએ બંગલા બહાર જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ તેઓને તાત્કાલીક ધોરણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રવિવારે સવારે તેઓનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ એક પોલીસ અધિકારીએ કહ્યું કે, IAS રણજીતકુમારે શનિવારે સૂર્યા સાથે તેમનાં છૂટાછેડાની અરજીને લઈ બહાર ગયા હતા. ત્યારે સૂર્યાને અંદર નહી જવા દેવા પર સૂર્યાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મામલે ગાંધીનગર એસપી રવિ તેજા વસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, પોલીસને તમિલ ભાષામાં સ્યુસાઈડ નોટ મળી છે. હાલમાં તો આ વિશે કંઈ પણ જાણકારી આપવાની ના પાડી હતી.
ADVERTISEMENT
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સૂર્યા મદુરૈ અપહરણનાં મામલે તમિલનાડું પોલીસની ધરપકડથી બચવા માટે તેમનાં પતિનાં ઘરે આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે સૂર્યાનું નામ 14 વર્ષ પહેલા એક છોકરાનાં અપહરણ કેસમાં સામે આવ્યું હતું. આ મામલે તેનાં પ્રેમી અને હાઈકોર્ટ મહારાજનાં નામથી જાણીતા લોકલ ગેગસ્ટર અને તેનો મિત્રો સેથિલ કુમાર સંડોવાયેલા હતા. મળતી માહિતી મુજબ આ તમામ લોકોએ છોકરાની મા સાથે પૈસાનાં ઝઘડાને લઈ 11 જુલાઈનાં રોજ અપહરણ કર્યું હતું. જે બાદ છોકરાની મા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતું મદુરૈ પોલીસે છોકરાને છોડાવી લીધો હતો. જે બાદ પોલીસે સૂર્યા સહિત આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ સવારથી જ 108 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, સૌથી વધુ કલ્યાણપુરમાં 11 ઇંચ ખાબક્યો
ADVERTISEMENT
સૂત્રો દ્વારા મતી માહિતી મુજબ સૂર્યા નવ મહિનાં પહેલા હાઈકોર્ટ મહારાજ સાથે ભાગી ગઈ હતી. એસપી વસમશેટ્રીએ અપહરણનાં મામલાને એક કારણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, મને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સૂર્યા પર મુદરૈમાં અપહરણનો આરોપ હતો. જેનાં લીધે તેણે આ પગલું ભર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.