બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / I won't stand in Assembly election till Article 370 is restored- Mehbooba Mufti

જુનું રટણ / કલમ 370ને લઈને મહેબૂબાએ સાધ્યો રાજકીય સ્વાર્થ, એક કાંકરે બે પક્ષી મારવા જેવો કર્યો ઘાટ, કર્યું મોટું એલાન

Hiralal

Last Updated: 03:29 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી પાછો કલમ 370નો મુદ્દો ઉપાડતાં એક મોટું એલાન કર્યું છે.

  • મહેબૂબા મુફ્તીએ ફરી ઉપાડ્યો કલમ 370નો મુદ્દો
  • જ્યાં સુધી કલમ 370 લાગુ નહીં ત્યાં સુધી ચૂંટણી નહી લડું 
  • સંસદીય ચૂંટણીઓ લડી શકે 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ખીણમાં કલમ 370 ફરીથી લાગુ નહીં થાય ત્યાં સુધી તે ચૂંટણી લડશે નહીં. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા મહેબૂબાએ કહ્યું કે, કર્ણાટકે બતાવી દીધું છે કે તમારી તાકાત આ એજન્સીઓની તાકાતને હરાવી શકે છે. મહેબૂબાએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અહીં ખૂબ જ નફરત અને વિભાજનકારી રાજકારણ રહ્યું છે, જેના કારણે અહીં બિનસાંપ્રદાયિક તાણાવાણા પર ઘણો ઘા થયો છે. મને ખાતરી છે કે સિદ્ધારમૈયા અને તેમની સરકાર આ ઘાને મટાડવામાં સમર્થ હશે.

જમ્મુ-કાશ્મીરમાં થઈ રહ્યા છે અત્યાચાર
મુફતીએ કહ્યું કે અમે, જમ્મુ-કાશ્મીરના લોકો, આ ફાશીવાદી દળોનો પ્રથમ ભોગ બન્યા. મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય હોવા છતાં આશા રાખવામાં આવી હતી કે ભારતની વિચારસરણી સાથે ચાલવાથી આપણા જીવનની રક્ષા સન્માનપૂર્વક થશે. મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય ભારતીય રાષ્ટ્રવાદનો આત્મા બની ગયું. 2019માં તે રાજ્ય વંચિત રહી ગયું હતું. કાશ્મીરની સમસ્યા વધી છે. તમે કલ્પના કરી શકો છો કે અમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ.

વિધાનસભાની ચૂંટણી નહીં લડું
રાહુલ ગાંધીના ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરથી જે શરૂઆત થઈ તે આખા દેશમાં થઈ રહી છે. કર્ણાટકની જીતમાં ભારત જોડો યાત્રાએ મદદ કરી. આપણે હીલિંગ પ્રક્રિયા શરૂ કરવી પડશે. જમ્મુ-કાશ્મીરને ઓપન એર જેલમાં ફેરવી દેવામાં આવ્યું છે. આનો શ્રેય ભાજપને જાય છે કે તેઓ હવે ચીનને તેની વચ્ચે લાવ્યા છે.

સંસદીય ચૂંટણીઓ લડવાની બારી ખુલ્લી રાખી 
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરમાં યોજાનારા જી-20 સંમેલનનો વિરોધ નથી કરી રહી. ભાજપે તેને હાઈજેક કરી લીધું છે. લોગોની જગ્યાએ કમળ લગાવવામાં આવ્યું છે. આ ભાજપનો પ્રચાર છે. જ્યાં સુધી કલમ 370 પુન:સ્થાપિત નહીં થાય ત્યાં સુધી હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં. જ્યાં સુધી સંસદીય ચૂંટણીઓની વાત છે, અમે તેના પર વિચાર કરીશું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ