બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'I have to sell 5 kidneys to pay off the debt of the king', there is a stir due to the poster put up in the collector's office, know the matter

કાર્યવાહીની માંગ / 'શાહુકારનું દેવું ચુકવવા 5 કિડની વેચવી છે', કલેક્ટર કચેરીમાં લાગેલા પોસ્ટરથી હડકંપ, જાણો મામલો

Vishal Khamar

Last Updated: 10:03 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાંદેડ કલેક્ટર કચેરીની બહાર લગાવવામાં આવેલા એક પોસ્ટરે હડકંપ મચાવી દીધી છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે વ્યાજખોરનું દેવું ચૂકવવા માટે પાંચ કિડની વેચવાની હતી.

  • નાંદેડ કલેક્ટ કચેરી બહાર લગાવવામાં આવેલ પોસ્ટરથી હડકંપ
  • પોસ્ટરમાં દેવું ચૂકવવા પાંચ કિડની વેચવાનું લખ્યું હતું
  • મુદખેડ પોલીસે મહિલાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી

 વ્યાજખોર પાસેથી લીધેલી લોન ચુકવવા માટે કિડની વેચવાના પોસ્ટરને લઈને હોબાળો થયો હતો. નાંદેડ કલેક્ટર કચેરીની બહાર લોન ચૂકવવા માટે કિડની વેચતા પોસ્ટરો જોવા મળ્યા હતા.જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પોસ્ટર એક મહિલા દ્વારા લગાવવામાં આવ્યા હતા. પોસ્ટરમાં એક મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસ મહિલા સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ પોસ્ટર સત્યભામા કુંચલવાર નામની મહિલાએ લગાવ્યું છે.મહિલાનું કહેવું છે કે તેણે વ્યાજખોર પાસેથી લોન ચૂકવવા માટે તેની કિડની વેચવાનું પોસ્ટર લગાવ્યું હતું. હાલ તો મુદખેડ પોલીસે મહિલાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

તેના પતિની સારવાર માટે લોન લેવામાં આવી હતી
મળતી માહિતી મુજબ નાંદેડના મુદખેડ તાલુકાની સત્યભામા કુંચલવારના પતિ બાલાજી કુંચલવારને સાપ કરડ્યો હતો. તેમની સારવાર માટે સત્યભામાએ શાહુકારો પાસેથી વ્યાજ પર બે લાખ રૂપિયા લીધા હતા. જે બાદ મહિલા દ્વારા ઘણી વખત વ્યાજની ચૂકવણી પણ કરવામાં આવી હતી. મહિલા વ્યાજખોરોને સમયસર પૈસા ન ચૂકવી શકતા વ્યાજખોરો દ્વારા તેનાં પતિને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હતો. 

ઈચ્છામૃત્યુની માંગ કરી 
સત્યભામાના પુત્ર સિદ્ધાંત અને પુત્રી સૃષ્ટિએ 3 જુલાઈ 2021 ના રોજ કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો હતો.પત્રમાં તેઓએ માંગ કરી હતી કે વ્યાજખોરો સામે પગલા લેવામાં આવે અથવા ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે. પરંતું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે કુંચલવાર પરિવાર કંટાળીને ગામ છોડી જતો રહ્યો હતો. 

ઘટનાઓ જણાવતા બાળકોની આંખમાં આંસુ આવી ગયા હતા
પરિવાર છેલ્લા અઢી વર્ષથી મુંબઈમાં રહેતો હતો. ત્યારે ચાર દિવસ પહેલા તેણે નાંદેડમાં કલેક્ટર ઓફિસની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે કિડની વેચવાની છે.  જે બાદ મીડિયા અને પોલીસે પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ પરિવાર નાંદેડ પરત આવ્યો હતો. આ પરિવાર સાથે બનેલી ઘટનાઓ જણાવતા આ છોકરા-છોકરીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ