બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / How will the weather be in the India-New Zealand match? Who did PM Modi say is the leader of fools!, 2 bikers hit 11 people

2 મિનિટ 12 ખબર / ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં કેવું રહેશે હવામાન? PM મોદીએ કોને કહ્યું એ મુરખાઓના સરદાર!, 2 બાઈક ચાલકોએ 11 લોકોને મારી ટક્કર

Vishal Khamar

Last Updated: 11:19 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે ખરાખરીને જંગ, ગત રોજ મોડી રાત્રે સહારા ગ્રુપનાં ચેરમેન સુબ્રત રોયનું લાંબી બીમારી બાદ ગત રોજ અવસાન થયું હતું.

The first semi final match of World Cup 2023 will be played tomorrow

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રમાનાર મેચને લઈને વાતાવરણની સ્થિતિ પણ સામે આવી છે. જેમાં Accuweather ના રિપોર્ટ અનુસાર આજે મુંબઈમાં તડકો રહેશે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આમ મેચમાં વરસાદ વિધ્ન બને તેવા કોઈ સંજોગો જોવા મળતા નથી. મેચ દરમિયાન વરસાદની માત્ર સંભાવના 1 ટકા છે. આવી સ્થિતિમાં ચાહકોને સમગ્ર 100 ઓવરનો રોમાંચ જોવા મળશે.બીજી વાત એ પણ છે કે જો વરસાદ પડે તો પણ એક દિવસ રિઝર્વ ડે રખાયો હોવાથી ક્રિકેટ રસિકોને કોઈ ચિંતા નથી.

4 workers died while cleaning the tank at a mill named Rajhans Tex in Surat.

 સુરતનાં પલસાણા-કડોદરા રોડ પર આવેલ રાજહંસ ટેક્ષ નામની મિલમાં ગોઝારી ઘટનાં બનવા પામી છે. મિલમાં આવેલ ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા. ત્યારે થોડા સમય બાદ ગુંગળાઈ જતા ચારેય શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે કામરેજ ઈઆરસી ફાયર અને બારડોલી ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડનાં જવાનો ઘટનાં સ્થળે પહોચી ટાંકામાંથી મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. 

Strange accident in Gandevi's residence village, two bikers hit more than 11 devotees on foot, see what happened?

નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિરડી સાંઈબાબા દર્શનાર્થે જતા ભક્તોને બે બાઈક ચાલકોએ અડફેટે લીધા હતા. પગપાળા જતા 11 થી વધુ ભક્તોને ઈજાઓ થવા પામી હતી. શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત કરનારા બાઈક ચાલકોની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટનાને લઈ ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી છે. 

 નવા વર્ષની શરૂઆત સાથે જ મીઠાના મુવાડા હાઈવે પર અકસ્માતમાં સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બાયડ હાઈવે પર મીઠાના મુવાડા રોડ પરથી દૂઘનું ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત સર્જાતા રોડ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકોએ તાત્કાલીક 108 ને જાણ કરતા ઈમજન્સી 108 દ્વારા ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ  ખસેડ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા.

CR Patil's big statement about the Lok Sabha elections

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની શુભકામના પાઠવી છે. સી.આર.પાટીલે કહ્યું કે, આપ સૌના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષ નવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. આ દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે, અગાઉ બે વખત આપણે જીત્યા છીએ તો આ વખતે આપણે હેટ્રીક કરવાની છે. 

election commission issued notice to aam adami party for comments against pm narendra modi

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપમાનજનક ટીપ્પણી મામલે ચૂંટણી આયોગે આમ આદમી પાર્ટીને કારણ દર્શક નોટિસ પાઠવી છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી બે ટ્વીટ મામલે ચૂંટણી પંચે આપને આ કારણ દર્શક ફટકારી છે. ચૂંટણી આયોગે આ મામલે જણાવ્યું કે, 10 નવેમ્બર 2023ના રોજ આ મામલે ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિમંડળના વ્યક્તિએ ફરિયાદ કરી છે. આ અરજીમાં આમ આદમી પાર્ટીના એક્સ એકાઉન્ટ પર બે ટ્વીટનો ધ્યાન દોર્યું છે. એક્સ પર બે ટ્વીટ કરવામાં આવી છે જેના કારણે પ્રધાનમંત્રી મોદીની છબી ખરાબ કરવાની કોશિષ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના બૈતુલમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ તેમના સમયગાળામાં થયેલા કામોની વાતો કરતા જણાવ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચાર પર રોક લગાવવા કામ કરી રહ્યાં છે., જેના માટે તેમને વધુ અપશબ્દો સાંભળવા પડે છે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા મને પાંચ ગાળો આપતા હતા હવે પંચાસ ગાળો આપે છે. પીએમ મોદીએ આ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન તરફ ઈશારો કરી મૂર્ખોના સરદાર કહ્યું હતું. 

'Stop attacks on religious places in your country first', India shows mirror to Canada at UN

 ભારત-કેનેડા વિવાદ વચ્ચે વધુ એક મોટી અપડેટ સામે આવ્યા છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા રાજદ્વારી પગલામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને ધાર્મિક સ્થળો પર થતાં હુમલાઓ અટકાવવા સલાહ આપી. ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ UN માનવ અધિકાર પરિષદની બેઠક દરમિયાન એક ઠરાવ પર ચર્ચા દરમિયાન કેનેડાને કેટલીક સલાહ આપી હતી.

સહારા પરિવારના વડા સુબ્રત રોય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનૌના સહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

In the Mahadev Sattabaji App case, FIR has now started to be registered against Bollywood actors

મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસને લઈને હંમેશા કેટલાક નવા અપડેટ આવતા રહે છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં ઘણા સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યા છે. હવે આ કેસમાં વધુ એક નામ જોડાયું છે. એવા અહેવાલો છે કે, હવે આ કેસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ સામે આવ્યું છે અને તેની સામે FIR પણ નોંધવામાં આવી છે.

વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમનું સૌથી વધુ ખરાબ અને કંગાળ પ્રદર્શન રહ્યું છે. ત્યારબાદ હવે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પાયે ઉથલપાથલ જોવા મળી રહી છે. તેવામા સમગ્ર પસંદગી સમિતિને બરખાસ્ત કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે ખરાબ પ્રદર્શનની અસરના ભાગરૂપે આ પહેલા ટીમના મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું હતું. હવે નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં યુનિસ ખાન કે મોહમ્મદ હફીઝ સૌથી આગળ આવી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલો વર્લ્ડ કપ 2023 હવે અંત તરફ છે. હવે માત્ર બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ જ છે.  આજે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે. આઇસીસીએ આ બંને નોકઆઉટ મેચના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો સેમિ ફાઈનલમાં કોઈ વિઘ્ન સર્જાય તો જુદા-જુદા નિયમોનો ઉપયોગ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ