બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / how to vote in election without voter ID card

કામની વાત / ના હોય! વોટર ID વિના પણ મતદાન કરી શકાય? એ કઈ રીતે? સમજો

Vidhata

Last Updated: 01:13 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ચૂંટણી પંચ (ECI) અનુસાર મતદાન મથકો પર મતદારની ઓળખ જરૂરી છે. મતદાન કરવા માટે તમારે તમારું ECI દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારની અધિકૃત ઓળખ પ્રદાન કરવી આવશ્યક છે

2024ની લોકસભાની ચૂંટણીઓ સાત તબક્કામાં યોજાવાની છે જે 19 એપ્રિલથી શરૂ થાય છે. ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર આઈડી કાર્ડ જરૂરી છે. દરેક લોકશાહી સમાજમાં મતદાન એ મૂળભૂત અધિકાર છે અને દરેક નાગરિકની જવાબદારી છે કે તે પોતાનો મત આપે. વોટર ID એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે કારણ કે તે મતદારની ઓળખ અને વિગતોની ચકાસણી કરે છે.

શું તમે વોટર આઈડી વિના મતદાન કરી શકો? 

ભારતીય ચૂંટણી પંચ (ECI) અનુસાર મતદાન મથકો પર મતદારની ઓળખ જરૂરી છે. મતદાન કરવા માટે તમારે તમારું ECI દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારની અધિકૃત ઓળખ પ્રદાન કરવી આવશ્યક છે. જો કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર, જો તમારું નામ સત્તાવાર મતદાર યાદીમાં છે, તો તમે વોટર ID કાર્ડ વિના પણ ચૂંટણીમાં મતદાન કરી શકો છો. 

મતદાન પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા ભારતના ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર મતદાર યાદીમાં નામ છે તે ચોક્કસ જોઈ લેવું. કારણ કે એ તમારી મતદાન કરવાની પાત્રતાને પ્રમાણિત કરે છે. જો મતદાર પાસે વોટર ID કાર્ડ નથી તો ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા બીજા વૈકલ્પિક દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે. ચૂંટણી પંચે 2 એપ્રિલ, 2024 ના રોજ આપેલી સૂચના મુજબ, જો મતદારનું નામ મતદાર યાદીમાં હોય પરંતુ ઓળખ સાબિત કરવા માટે EPIC અથવા મતદાર ID નથી, તો કેટલાક વૈકલ્પિક દસ્તાવેજો છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર કાર્ડ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જે 18 વર્ષની ઉમર થયા પછી બનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે વોટર ID વિના પણ વોટ કરી શકાય છે.

જો તમારી પાસે વોટર આઈડી નથી તો તમે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નીચે જણાવેલા સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરીને ચૂંટણીમાં વોટ કરી શકો છો

વોટર આઈડી ન હોય તો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરીને વોટ કરી શકો છો. રાશન કાર્ડનો ઉપયોગ કરીને પણ ચૂંટણીમાં મતદાન કરી શકાય છે. 

આ સિવાય મનરેગા જોબ કાર્ડનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકાય છે. ફોટોગ્રાફવાળી બેંક પાસબુક પણ મતદાન વખતે તમારી ઓળખ સ્થાપિત કરવા માટે ઉપયોગી દસ્તાવેજ છે. 

ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથે પેન્શન ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકાય છે.

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) દ્વારા જારી સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકો છો. 

આ સિવાય શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ પણ તમારી ઓળખ સ્થાપિત કરવા માટે વાપરી શકાય છે. 

કેન્દ્ર/રાજ્ય સરકાર/પીએસયુ/પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલ ફોટોગ્રાફ સાથેના સર્વિસ આઈડી કાર્ડનો પણ મતદાન કરવા સમયે ઉપયોગ કરી શકાય છે. 

સાંસદ/ધારાસભ્ય/એમએલસીને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડથી પણ મતદાન કરી શકાય છે. 

ભારત સરકારનાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ યુનિક ડિસેબિલિટી ID (UDID) કાર્ડનો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકાય છે.

વધુ વાંચો: માત્ર 11 મહિનાનું જ કેમ બને છે રેન્ટ એગ્રીમેન્ટ? શું તમે જાણો છો! આ છે તેની પાછળનું તર્ક 

ભારતના ચૂંટણી પંચ મુજબ, દેશના નાગરિકો નીચેની શરતો હેઠળ મતદાર બનવા માટે પાત્ર છે: 

દરેક નાગરિક કે જેની ઉમર 18 વર્ષની હોય એ મતદાર બનવા માટે માટે પાત્ર છે. આ સિવાય તમે એ જ જગ્યા પર મતદાન માટે નોંધણી કરાવી શકો છો કે જ્યાં તમારું નિવાસ સ્થાન હોય. ધ્યાન રાખો કે તમે એક જ જગ્યાએ નોંધણી કરાવી હોય. પાસપોર્ટમાં આપેલા સરનામા પ્રમાણે વિદેશી ભારતીય સામાન્ય રીતે દેશના નિવાસી હોવાનું માનવામાં આવે છે. એટલે તેઓ પણ મતદાન કરવાને પાત્ર હોય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ