બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ટેક અને ઓટો / how to increase car mileage tips

તમારા કામનું / બધાની બહુ વાતો માની છતાં નથી વધી રહી માઇલેજ? તો કરો આ છેલ્લું કામ, ફાયદો મળશે જોરદાર

Premal

Last Updated: 04:43 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌથી પહેલા તો પોતાની કારને કંપનીના ઑથોરાઈજ્ડ સર્વિસ સેન્ટર પર બતાવવી જોઈએ કે આખરે કાર માઈલેજ કેમ ઓછુ આપી રહી છે. ત્યારબાદ જો સર્વિસ સેન્ટરવાળા કોઈ મિકેનિકલ અથવા ટેકનિકલ કમી બતાવે તો તેને તાત્કાલિક સરખી કરાવી લો.

  • કારનુ માઈલેજ વધારવુ હોય તો શું કરશો?
  • બધી ટીપ્સ અપનાવ્યાં બાદ ના વધ્યું માઈલેજ તો શું કરશો?
  • કારને કંપનીના ઓથોરાઈજ્ડ સર્વિસ સેન્ટર પર બતાવો

કાર માઈલેજને વધારવા શું કરશો? 

હાલમાં દેશના ઘણા ભાગમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધુ છે. જો કે, અમુક જગ્યાએ 100 રૂપિયાથી ઓછા ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યું છે, પરંતુ તેની કિંમત 100 રૂપિયાની નજીક જ છે. આવો હાલ પણ ડીઝલનો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનુ અંતર ઘણુ ઘટી ગયુ છે. ડીઝલ દેશના મોટાભાગના રાજ્યોમાં 90 રૂપિયાની નજીક અથવા પછી તેનાથી વધુની કિંમતે વેચાઈ રહ્યું છે. એવામાં જો કારનુ માઈલેજ ઘટી જાય તો તેના માટે ડબલ પરેશાની થઇ શકે છે. કારણકે તે પહેલા મોંઘુ ફ્યુલ ખરીદશે અને પછી આ ફ્યુલમાં કાર માઈલેજ પણ ઓછી આપશે.

બધી ટીપ્સ અપનાવ્યાં બાદ પણ કારનુ માઈલેજ વધ્યું નહીં તો શું કરશો? 

પેટ્રોલના ભાવ ઘટાડવા એ સામાન્ય નાગરિકોના હાથમાં નથી. પરંતુ કારનુ માઈલેજ વધુ શ્રેષ્ઠ કરી શકાય છે. જેના માટે લોકો અનેક પ્રકારની ટીપ્સ પણ અપનાવતા હશે. જેમકે સમય મુજબ કારની સર્વિસ કરવી, ઓવરલોડિંગ ના કરવુ, રફ ડ્રાઈવિંગ ન કરવુ, સમાન સ્પીડ પર ક્રૂજ કરવુ વગેરે. આ બધુ સારું પણ છે. પરંતુ આ બધુ કર્યા બાદ જો કોઈ વ્યક્તિની કારની માઈલેજ સારી ના થઇ તો તે શું કરે? 

તમારી કારને સર્વિસ સેન્ટર પર બતાવો 

આવા લોકોએ સૌથી પહેલા તો પોતાની કારને કંપનીના ઓથોરાઈજ્ડ સર્વિસ પર સેન્ટર બતાવવી જોઈએ કે આખરે તેમની કાર માઈલેજ કેમ ઓછુ આપી રહી છે. ત્યારબાદ જો સર્વિસ સેન્ટરવાળા કોઈ મિકેનિકલ અથવા ટેકનિકલ ખામી બતાવે તો તેને તાત્કાલિક સરખી કરાવી લો અને પછી ચેક કરો કે કાર કેટલુ માઇલેજ આપી રહી છે. જો ત્યારબાદ પણ તમે પોતાની કારના માઇલેજથી સંતુષ્ટ નથી તો પછી તમારી પાસે એક અંતિમ ઉપાય બચે છે. 

સારી ક્વોલિટીનુ પેટ્રોલ કારમાં નખાવી શકો છો

આ ઉપાય પેટ્રોલનો છે. તમે સારી ક્વોલિટીનુ પેટ્રોલ કારમાં નખાવી શકો છો. જેમકે તમે ઈન્ડિયન ઑઈલના પંપ પર એકસ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલ જોયુ હશે. એચપીના પેટ્રોલ પંપ પર પાવર પેટ્રોલ જોયુ હશે. BPCLના પંપ પર સ્પીડ અને સ્પીડ 97 પેટ્રોલ જોયુ હશે. આ બધુ સામાન્ય પેટ્રોલની સરખામણીએ વધુ સારી ક્વોલિટીનુ પેટ્રોલ હોય છે. એવુ કહેવાય છે કે તેનાથી માઈલેજ વધે છે અને એન્જિન સારું ચાલે છે. તમે તેને ટ્રાય કરી શકો છો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ