બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / how to get shanidev blessings dont do this 3 things

ધર્મ / શનિદેવને જરા પણ નથી પસંદ આ 3 કામ કરતાં લોકો, જીવનભર યાદ રાખજો નહીંતર થઈ જશો બર્બાદ!

Manisha Jogi

Last Updated: 03:07 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોના કર્મ સારા હોય છે, તેમના પર શનિદેવની કૃપા પણ વરસે છે. શનિદેવની કુદ્રષ્ટી ના પડે તે માટે કયા કર્મો ના કરવા જોઈએ?

  • શનિદોષ લાગવાથી અનેક મુશ્કેલીઓ આવે છે. 
  • શનિદેવની કુદ્રષ્ટી ના પડે તે માટે બિલકુલ ના કરો આ કાર્ય.
  • આ કાર્ય કરવાથી શનિદેવની કુદ્રષ્ટી પડે છે. 

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી પડે છે, તો વ્યક્તિએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિદેવની કૃપાદ્રષ્ટીથી  રંક પણ રાજા બની શકે છે, જેને શનિદોષ લાગે છે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. શનિદેવ તમામ લોકોને કષ્ટ આપતા નથી. જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તેમને શનિદેવ કષ્ટ આપે છે. જે લોકોના કર્મ સારા હોય છે, તેમના પર શનિદેવની કૃપા પણ વરસે છે. શનિદેવની કુદ્રષ્ટી ના પડે તે માટે કયા કર્મો ના કરવા જોઈએ? કયા કાર્યો ના કરવા તે અંગે અહીંયા વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી છે. 

શનિદેવની કુદ્રષ્ટીથી બચવાના ઉપાય

ગંદકી ના ફેલાવશો
જે લોકો ગંદકી ફેલાવે છે અથવા ગંદકી રહે છે, તે લોકોને શનિદેવના આશીર્વાદ મળતા નથી અને શનિદેવની કુદ્રષ્ટી પડે છે. આ પ્રકારના લોકોએ બિમારી, કષ્ટ, નાણાંકીય નુકસાન અને અસફળતાનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે બિલકુલ પણ સેવન તામસી ભોજન અથવા દારૂનું સેવન ના કરવું જોઈએ. શનિવારના દિવસે આ પ્રકારે શનિદેવ ક્યારેય પણ માફ કરતા નથી. આ પ્રકારના લોકો પર શનિદેવની કુદ્રષ્ટી પડે છે. 

અબોલ પશુઓને હેરાન ના કરો
શાસ્ત્રો અનુસાર જે લોકો અબોલ પશુઓને હેરાન કરે અથવા તેમની બલી ચઢાવે તો શનિદેવ નારાજ થઈ જાય છે. આ પ્રકારના લોકો પર શનિદેવની કુદ્રષ્ટી પડે છે અને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શ્વાનને બિલકુલ પણ ના રંજાડવું જોઈએ. આ પ્રકારે નાણાંકીય પરેશાનીનો સામનો કરવો પડે છે. સનાતન ધર્મમાં પીપળાના ઝાડને પવિત્ર માનવામાં આવે છે. આ ઝાડ કાપવાથી અથવા નુકસાન પહોંચાડવાથી શનિદેવ કોપાયમાન થાય છે અને ગંભીર પરિણામ ભોગવવું પડે છે. 

વડીલનું અપમાન ના કરો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાની માતા અથવા વડીલને અપશબ્દ બોલે અથવા તેમનું અપમાન કરે તો તે વ્યક્તિની સાડેસાતી શરૂ થઈ જાય છે. આ પ્રકારની વ્યક્તિએ આર્થિક તંગીના સામનો કરવો પડે છે. શનિદેવ આ પ્રકારની વ્યક્તિને કંગાળ બનાવીને મુકી દે છે. આ કારણોસર માતા અને વડીલનું હંમેશા માન જાળવવું જઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ