બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how to get rid of mouth ulcer

હેલ્થ / મોઢામાં ચાંદા પડ્યા છે તો ગભરાવાની જરૂર નથી, અજમાવો આ નુસખા

Last Updated: 04:13 PM, 5 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંમાં ચાંદા પડવા એટલે કે માઉથ અલ્સરની સમસ્યા આમ તો સામાન્ય ગણાય છે, પરંતુ જ્યારે આ તકલીફ થાય ત્યારે ઘણી જ તકલીફ પહોંચે છે.

  • મોઢામાં ચાંદા પડવાથી છો પરેશાન
  • ઘરેલૂ નુસ્ખા અપનાવવાથી મળશે રાહત 
  • કબજીયાતના કારણે મોઢામાં પડી શકે ચાંદા

મોંમાં ચાંદા પડવાને કારણે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ અડે તો બહુ બળે છે. હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડીટી, હર્પિસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન બીની કમી, અપચો, મોં આવી જવું આ બધાને કારણે મોંમાં ચાંદા પડી જાય છે. આની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર કારગત નીવડે છે.

-મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતાં પહેલાં દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે.
-મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવવા માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.
-સવારે ઊઠતાંની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
-થોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં ૩-૪ વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.
-ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે
-હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.
-એક કપ પાણીમાં બે મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી એક મિનિટ સુધી કોગળા કરો
-લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ કાઢી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. બે-ત્રણ દિવસમાં રાહત મળી જશે
- એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો. થોડાક દિવસમાં ચાંદાથી છૂટકારો મળી જશે.•

સંકળાયેલા મુદ્દાઓ

Mouth ulcers ચાંદા છાલા હેલ્થ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ