બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારો સ્માર્ટફોન જ તમારો સૌથી મોટો દુશ્મન! એક કોડથી જાણો સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક
Last Updated: 09:52 AM, 8 September 2024
જો તમારી પાસે મોબાઈલ ન હોય તો ઘણા કામો અટવાઈ જાય છે, તમારે કોઈને પેમેન્ટ કરવું હોય, બિલ ચૂકવવું હોય કે વોટ્સએપ પર કોઈની સાથે ચેટ કરવી હોય, દરેક નાનું કામ ફોન દ્વારા થાય છે. પરંતુ આખો સમય ફોનને જોડે ને જોડે રાખવો પણ યોગ્ય નથી, કારણ કે ફોન તમારા સ્વાસ્થ્યનો મોટો દુશ્મન પણ બની શકે છે. હવે એવો સવાલ થશે કે સ્માર્ટફોન કેવી રીતે દુશ્મન બની શકે? એવા ઘણા લોકો હશે જેઓ જાણતા નહીં હોય કે દરેક ફોનમાંથી રેડિયેશન નીકળે છે. આ માહિતી ફોનના રિટેલ બોક્સ પર પણ હોય છે પરંતુ આ માહિતી વાંચવી કોઈને જરૂરી નથી લાગતી.
ADVERTISEMENT
તમારે જાણવું જોઈએ કે તમે જે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તે ફોનની લિમિટ કરતા વધુ રેડિયેશનનો નથી ફેલાવી રહ્યો ને? જો આવું હોય તો તરત જ ફોન બદલી નાખવો જોઈએ. પરંતુ સવાલ એ છે કે, જો કેવી રીતે જાણવું કે ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળી રહ્યું છે?
ADVERTISEMENT
કેટલું રેડિયેશન ફેલાવે છે ફોન?
મોબાઇલથી નીકળતા રેડિયેશનને SAR વેલ્યૂમાં માપવામાં આવે છે. SAR નું ફૂલ ફોર્મ Specific Absorption Rate છે. જો તમે ફોન કાઢી લીધા પછી ફોનનું બોક્સ ફેંકી દીધું હોય, તો કોઈ વાંધો નથી, અમે તમને જણાવીશું કે તમારા ફોનનું SAR વેલ્યુ જાણવા માટે તમે ફોનમાં કયો કોડ દાખલ કરી શકો છો.
SAR વેલ્યુ ચેક કોડ
ફોનનું ડાયલ પેડ ખોલો, પછી *#07# કોડ ડાયલ કરો. આ કોડ ડાયલ કરતાની સાથે જ ફોનની સ્ક્રીન પર એક પોપ-અપ દેખાશે જેમાં તે લખવામાં આવશે કે ફોનની SAR વેલ્યુ શું છે.
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખજો, નહીં તો થઈ જશો ઠનઠન ગોપાલ
SAR વેલ્યૂ લિમિટ કેટલી હોવી જોઈએ?
ભારતમાં SAR વેલ્યૂ લિમિટ નક્કી છે, કોઈપણ સંજોગોમાં રેડિએશન લેવલ 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ (W/kg)થી વધુ ન હોવું જોઈએ. જો તમારા ફોનનું લેવલ આનાથી વધુ હોય તો તરત જ ફોન બદલી નાખો, નહીં તો તે તમારા સ્વાસ્થ્યને માત્ર ટૂંકા ગાળામાં જ નહીં પરંતુ લાંબા ગાળા માટે પણ અનેક નુકસાન પહોંચાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.