બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / how much Roti we should eat in a day

હેલ્થ ટિપ્સ / માપે રહેજો: 1 દિવસમાં આટલાથી વધુ રોટલીઓ ઝાપટી ન જતાં, નહીંતર ફિટનેસનો થઈ જશે કબાડો

Bijal Vyas

Last Updated: 09:05 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોઈ પણ ભોજન રોટલી વિના પૂર્ણ થતું નથી, પરંતુ શું તમે જાણો છો કે તમારે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? જો નહીં, તો આવો જાણીએ....

  • મહિલાઓએ 2 અને પુરુષોએ 3 રોટલી ખાવી જોઇએ
  • રાત્રે રોટલી ખાધા બાદ ચાલવુ જરુરી છે 
  • વજન ઘટાડવા માટે આ રોટલીનું સેવન કરો

Food Eating Tips: રોટલી એ ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જેના વિના ભારતીય ભોજન પૂર્ણ થતું નથી. આ ભારતીય રોટલી ઘણી રીતે બનાવવામાં આવે છે, કેટલાક ફુલકા બનાવે છે, કેટલાક રોટલી બનાવે છે, કેટલાક પરાઠા ખાવાનું પસંદ કરે છે, કેટલાક તવા અથવા તંદૂરી રોટલી બનાવે છે. પરંતુ આપણે કેટલી રોટલી ખાવી જોઈએ તે અંગે હંમેશા કન્ફ્યુઝન રહે છે, તો આવો જાણીએ કે તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.

રોજ ખાવો ઘી લગાવેલી રોટલી, થશે ગજબ ફાયદા-benefits-of-eating-ghee-on-chapati- roti-phulka

1 દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ
જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો મહિલાઓએ તેમના ડાયટ પ્લાન મુજબ 1400 કેલરી લેવી જોઈએ, જેમાં તેઓ સવારે બે રોટલી અને સાંજે બે રોટલી ખાઈ શકે છે. તે જ સમયે, પુરુષોએ વજન ઘટાડવા માટે દરરોજ 1700 કેલરીનો વપરાશ કરવો પડે છે, જેમાં તેઓ લંચ અને ડિનરમાં ત્રણ રોટલી ખાઈ શકે છે.

રાત્રે રોટલી ખાધા બાદ કરો આ કામ 
જો તમે રાત્રે રોટલી ખાઈ રહ્યા છો, તો તેના પછી ચાલવું જરૂરી છે, જેથી તે સારી રીતે પચી જાય, કારણ કે રાત્રે રોટલી પચવામાં વધુ સમય લાગે છે. એ જ રીતે, દિવસ દરમિયાન રોટલી ખાધા પછી, તરત જ સૂવું નહીં, ઓછામાં ઓછા અડધા કલાક પછી જ આરામ કરો.

Tag | VTV Gujarati

ઘઉંની જગ્યાએ ખાઓ આ રોટલી  
જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો ઘઉંના લોટની રોટલીને બદલે જુવાર, બાજરી, રાગીના લોટનો રોટલી ખાવો જોઈએ. આ અનાજના લોટમાં રહેલું ગ્લૂટેન ફ્રી હોય છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ છે જે તમારું પેટ ઝડપથી ભરે છે અને આ રોટલી પણ સારી રીતે પચી જાય છે. આ રોટલી વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ