બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દિવસમાં ક્યારે અને કેટલી વખત જમવું જોઈએ? આ રીતે ખાશો તો રહેશો Fit, જુઓ Video

હેલ્થ / દિવસમાં ક્યારે અને કેટલી વખત જમવું જોઈએ? આ રીતે ખાશો તો રહેશો Fit, જુઓ Video

Last Updated: 03:43 PM, 22 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષોથી એક વાયકા ચાલી આવે છે કે જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયું એ વખતે દેવાધિ દેવ મહાદેવે નંદીને સૂચના આપેલી કે માણસોએ એકવાર ખાવું અને ત્રણવાર નહાવું પણ નંદી એ બોલવામાં ભૂલ કરી અને ત્યારરથી માનવજાત 3 વાર જામે છે અને 1 વાર ન્હાય છે. હવે આ વાતમાં કેટલી સત્યતા છે એ તો નથી ખબર પણ હા એક વાત તો પક્કી કે આપણે ત્યાં સદીઓથી દિવસમાં 3 વાર જમવાની પ્રથા પ્રચલિત છે.

દિવસમાં 3 વાર જમવામાં સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું ડિનર - મુખ્યત્વે આ 3 મીલનો સમાવેશ થાય છે ત્યારે શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે, જમવાની સાચી રીત શું છે? મોટા ભાગના લોકો દિવસમાં માત્ર 3 વખત જ ખાતાં હોય છે આ લોકો માને છે કે, દિવસમાં 3 વખત ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ દિવસમાં 4-5 વખત સમયાંત્તરે કંઈક ને કંઈક ખાવાનું પસંદ કરે છે પણ આ બંને માંથી સાચી રીત કઈ છે..?

જમવાની સાચી રીતે કઈ એ સમજવા માટે જોઈ લો આ વિડીયો

દિવસમાં નાના-નાના વધુ મીલ્સ લો

નિષ્ણાતો માને છે કે દિવસમાં ત્રણ વખત ખાવા કરતાં ઓછી માત્રામાં 6-7 ભોજન ખાવું વધુ સારું છે. દિવસમાં ઘણી વખત થોડું થોડું ખાવાથી બોડી ક્લોક બરાબર રહે છે, ટૂંકમાં દિવસમાં ઘણી વખત ખાવું સારું છે, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જે નાસ્તો લો છો તે હેલ્થી હોય અને બહારનું જંક ફૂડ ન હોય. આપણા શરીરને દર 2-3 કલાકે કંઈક ખાવાની જરૂર પડે છે, આવી સ્થિતિમાં ઓછી માત્રામાં ખોરાક લેવો એ એક સારો વિકલ્પ છે. સાથે એવું માનવામાં આવે છે કે અમુક સમયે થોડી માત્રામાં ખોરાક ખાવાથી ચરબી બર્ન કરવાની ક્ષમતા વધે છે. આ રીતે ખાવાથી શરીરની મેટાબોલિઝમ પાવર મજબૂત બને છે. સાથે જ દર 2-3 કલાકે ખોરાક લેવાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે, જે શરીરમાં ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદના મતે દિવસમાં 2 વાર જમવું હિતાવહ

ઘણા આયુર્વેદ નિષ્ણાતો માને છે કે દિવસમાં બે વાર ખાવું શ્રેષ્ઠ છે. આ રોગપ્રતિકારક શક્તિને તેને પચાવવા માટે પૂરતો સમય આપે છે. શરીરમાં ચરબી પણ જમા થઈ શકતી નથી. બે વખતથી વધુ ભોજન કરવામાં આવે તો સ્થૂળતા વધવાનું જોખમ રહેલું છે. જેની સાથે અનેક બીમારીઓ પણ આવે છે. પણ જો તમે દિવસમાં બે વખતથી વધુ ખાઓ છો, તો તે ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર 75 ટકા ખોરાક જ લેવો જોઈએ. વ્યક્તિએ હંમેશા ભરપૂર ભોજન લેવાનું ટાળવું જોઈએ.

પેટને ધ્યાનમાં રાખીને ખાવું

દરેક વ્યક્તિએ તેની ભૂખ સહન કરવાની શક્તિ મુજબ ખાવું જોઈએ . જો તમે એક સાથે વધુ ન ખાઈ શકતા હોય તો તમારે થોડી થોડી માત્રામાં 2-3 કલાકના અંતરે થોડું થોડું ખાવું જોઈએ અને આ માટે તમારે ફાસ્ટ ફૂડ કે બજારમાં મળતા પેકેટ્સ ન ખાવા જોઈએ.

  • ઘરમાં માત્ર હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ
  • લીલા શાકભાજી અને ફળોનું વધુ સેવન કરો
  • દિવસ દરમિયાન ઓછો ખોરાક લો અને ભારે ભોજન ટાળો.
  • શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

વધુ વાંચો: ભર જુવાનીએ ચહેરા પર કરચલી દેખાય છે? તો અપનાવો આ ટિપ્સ, સુંદરતા ખીલી ઉઠશે

ઊંઘવાના 3/4 કલાક પહેલા જમી લેવું યોગ્ય

આ સિવાય ખાસ ધ્યાન રાખો કે ક્યારેય પણ ભરપેટ ન ખાવું જોઈએ.. જો તમે દિવસમાં ત્રણ વખત જ ખાવા પર ફોકસ કરો છો તો એ સમયે પણ તમારે 80-85% પેટ ભરાય એટલું ખાવું જોઈએ અને ખાસ રાત્રે સૂતા પહેલા 3-4 કલાક પહેલા ખાઈ લેવું જોઈએ જેથી ખાવાનું સારી રીતે પચી જાય અને જો તમે દિવસમાં કટકે કટકે ખાઓ છો તો પણ ખાસ ધ્યાન રાખો કે ખાઈને તુરંત ક્યારેય ન સૂઈ જવું જોઈએ, ખાધું હોય તેને પાચન કરવા માટે સમય આપો અને જેટલું વધુ ખાઓ છો એટલી વધુ તમે ફિઝિકલ એક્ટિવિટી કરો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Daily Meals Food Habits Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ