બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / how many hours gap should diabetic patients keep in food

તમારા કામનું / ડાયાબિટીઝ થયો હોય તો કેટલા કલાકે કશુંક ખાઈ લેવું છે આવશ્યક? જાણી લો આ ટિપ્સ, કંટ્રોલમાં રહેશે બીમારી

Bijal Vyas

Last Updated: 03:33 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાદ્યપદાર્થોમાં જરૂરી સાવચેતી રાખવાથી શુગર લેવલને વધતા કે ઘટતા અટકાવી શકાય છે. તો આવો જાણીએ ડાયાબિટીસ દર્દીઓને કેટલા સમયના અંતરે ખાવુ જોઇએ ?

  • દર બે કલાકના અંતરે કંઈક હળવું ખાવાનું રાખો
  • લંચ અને ડિનરમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરો
  • ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં ખાસ કરીને પ્રોટીન અને ફેટથી ભરપુર વસ્તુને સામેલ કરો

Diabetes Diet: મધુમેહ જેને ડાયાબિટીસ અને શુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બે પ્રકારના હોય છે. ટાઈપ-1 અને ટાઈપ-2, જ્યાં ટાઈપ-1 ડાયાબિટીસ આનુવંશિક છે, જ્યારે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવાની આદતોને ટાઈપ-2 માટે જવાબદાર ગણવામાં આવે છે. ડાયાબિટીસમાં લોહીમાં શુગર લેવલ વધારે કે ઓછું હોવું સારું નથી. બંને સ્થિતિઓ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવા માટે, ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ખાદ્યપદાર્થોમાં જરૂરી સાવચેતી રાખવાથી શુગર લેવલને વધતા કે ઘટતા અટકાવી શકાય છે. આ માટે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ, તેમજ સંતુલિત માત્રામાં ખાઓ, ડાયાબિટીસના દર્દીઓએ બીજી એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તેઓ ખાવાના સમયના અંતર રાખો.

Topic | VTV Gujarati

ડાયાબિટીસ દર્દીઓને કેટલા સમયના અંતરે ખાવુ જોઇએ ?
સાચી રીતએ છે કે, દર બે કલાકના અંતરે કંઈક હળવું ખાવાનું રાખો, પરંતુ જો કોઈ કારણોસર તમે આ નિયમનું પાલન ન કરી શકતા હોય તો દિવસમાં ઓછામાં ઓછા ચાર વખત (સવાર-સાંજનો નાસ્તો અને લંચ અને રાતનું ભોજન) ખાવાનો પ્રયત્ન કરો.

ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં ખાસ કરીને પ્રોટીન અને ફેટથી ભરપુર વસ્તુને સામેલ કરો અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. તમે તેને આ રીતે બેલેન્સ કરી શકો છો. બ્રેકફાસ્ટ તંદુરસ્ત હોવો જોઈએ અને તેમાં મર્યાદિત કાર્બોહાઈડ્રેટ્સ હોવા જોઈએ. લંચ અને ડિનરમાં પ્રોટીનયુક્ત વસ્તુઓ લો. આ ડાયાબિટીસનું મેનેજ કરવુ સરળ બનશે.

Topic | VTV Gujarati

ધ્યાન રાખો
જો તમે દિવસમાં ઘણી વખત ખાઓ છો, તો તમારા ખોરાકની માત્રાનું ધ્યાન રાખવું પડશે. એક સાથે વધુ ખાવાને બદલે ઓછું ખાઓ. આ માટે મોટી પ્લેટને બદલે નાની પ્લેટનો ઉપયોગ કરો. દરરોજ એક જ સમયે ખાવાનો પણ પ્રયત્ન કરો. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ